Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જેટ એરબેઝના ફાઉન્ડર અને બિઝનેસમેન
મુંબઈ તા. ૧૬: જેટ એરવેઝના ફાઉન્ડર નરેશ ગોયલના પત્ની અનીતા ગોયલનું કેન્સરની લાંબી માંદગી બાદ નિધન થયું છે. સારવાર દરમિયાન આજે મુંબઈની એક હોસ્પિટલમાં અનીતા ગોયલે અંતિમ શ્વાસ લીધા હતા. આજે મુંબઈમાં અંતિમસંસ્કાર થશે.
અનીતા ગોયલના પતિ જેટ એરવેઝના ફાઉન્ડર નરેશ ગોયલ મની લોન્ડરીંગ મામલે જેલમાં બંધ હતા. થોડા દિવસ પહેલા જ પત્નીની બીમારીના પગલે જામીન મળ્યા હતા. ગોયલે પત્નીના અંતિમ દિવસોમાં તેની સાથે રહેવા જામીન માગ્યા હતા. ઉલ્લેખનીય છે કે, નરેશ ગોયલ પણ કેન્સરની બીમારીથી પીડાઈ રહ્યા છે.
નરેશ ગોયલના પરિવારમાં બે બાળકો નમ્રતા અને નિવાન ગોયલ છે. આ મહિનાની શરૃઆતમાં નરેશ ગોયલે તેની બીમાર પત્નીને મળવા માટે જામીન અરજી કરી હતી. બોમ્બે હાઈકોર્ટે મેડિકલ અને માનવીય આધાર પર જામીન મંજૂર કર્યા હતા. જો કે, કોર્ટે તેમને મુંબઈ બહાર ન જવાની શરતે જામીન મંજૂર કર્યા હતા. ઈડીએ કેનેરા બેંક સાથે જોડાયેલા મની લોન્ડરીંગ મામલે ધરપકડ કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial