Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયાનું અંધેર તંત્ર
ખંભાળિયા તા. ૧૬: ખંભાળિયામાં એસ.ટી. બસ સ્ટેશન પાસેના વિસ્તારમાં તથા બસ સ્ટેશનની સામે મામલતદાર, પ્રાંત કચેરી પાસેના વિસ્તારમાં દુકાનદારો તથા રહીશો દ્વારા ખંભાળિયા પાલિકા ચીફ ઓફિસરને આવેદનપત્ર આપીને તાકીદે પગલાં લેવા માંગણી કરવામાં આવી હતી. તેમણે રજૂઆતમાં જણાવેલ કે એસ.ટી. ડેપો વિસ્તારના રસ્તા તદ્ન ભંગાર સ્થિતિના છે. જેની રોજ ધૂળ ઊડતા નજીકના રહેવાસીઓ તથા દુકાનદારોનું આરોગ્ય જોખમાય છે. આ એરિયામાં નિયમિત રીતે સફાઈ પણ થતી નથી. માટી ધૂળના ઢગલા પણ ઉપાડાતા નથી. વારંવાર રજૂઆતો પછી ક્યારેક થાય તો ફરી પાછું તુરત જ યથાવત્ સ્થિતિ થઈ જતી હોય, લોકોને ખૂબ પરેશાની થાય છે. આ વિસ્તારના અગ્રણીઓ ડો. આર.એમ. નકુમ, ભરત રાઠોડ, રાજેશ ગઢિયા, વસરામભાઈ, મયુર સોલંકી, બિપીન દાવડા, જે.જી. ઝીંદાણી, રવિ પાબારી દ્વારા રજૂઆત થઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial