Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગોળીઓ વાગી પણ બચાવી લેવાયાઃ હુમલાખોર ઝડપાયો
નવી દિલ્હી તા. ૧૬: સ્લોવાકિયાના વડાપ્રધાન ફિકોના ભાષણ વચ્ચે હુમલાખોરે અંધાધૂંધ પ ગોળીઓ મારી દેતા સ્લોવાકિયામાં અફરાતફરી મચી હતી. હુમલાખોર ઝડપાઈ ગયો હતો.
સ્લોવાકિયાના વડાપ્રધાન રોબર્ટ ફિકો (પ૬) ની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. એક વ્યક્તિએ તેમને પ ગોળીઓ મારી હતી, જે તેમના પેટમાં વાગી હતી. લગભગ સાડાત્રણ કલાકની સર્જરી પછી તેમને બચાવી લેવાયા. હવે તેમની હાલત સ્થિર હોવાની જાણકારી મળી રહી છે. સ્લોવાકિયાના ડેપ્યુટી પીએમ થોમસ તારાબાએ આ હુમલાની પુષ્ટિ કરી છે. વડાપ્રધાન રોબર્ટ ફિકો હેન્ડલોવા શહેરમાં ભાષણ આપી રહ્યા હતાં ત્યારે તેમને ગોળી મારી દેવામાં આવી હતી.
સ્લોવાકિયાના રાષ્ટ્રપતિ ઝુઝાના કેપુટોવાએ વડાપ્રધાન ફિકો પરના હુમલાની આકરી ટીકા કરી હતી અને હુમલાખોર સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. તેમણે વડાપ્રધાનના ઝડપી સ્વસ્થ થવાની પણ શુભેચ્છા પાઠવી હતી. ગૃહમંત્રી મેથ્યુઝ સુતાજ એસ્ટોકે આ હુમલાને રાજકીય દુશ્મનાવટ ગણાવી હતી. પોલીસે હુમલાખોરને સ્થળ પર જ પકડી લીધો હતો અને હવે તેણે આ ભયાનક ઘટનાને શા માટે અંજામ આપ્યો તે અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે.
અહેવાલ અનુસાર વડાપ્રધાન ફિકો પર ગોળીબાર કરનાર હુમલાખોર ૭૧ વર્ષનો વ્યક્તિ છે. પ્રાથમિક તપાસ મુજબ તે દેશના પ્રખ્યાત લેખક છે અને સ્લોવાક લેખકોના સત્તાવાર સંઘના સભ્ય છે. તેમણે ૩ કાવ્યસંગ્રહો લખ્યા છે અને તેઓ લુઈસ સિટીના રહેવાસી છે. ડેયરના ગૃહમંત્રી માતેયુઝ સુતાજ એસ્ટોકે બુધવારે મીડિયા સમક્ષ હુમલાખોરની ઓળખ જાહેર કરી હતી. હુમલાખોર દુહા (રેઈન્બો) લિટરરી ક્લબનો સ્થાપક છે. રાઈટર્સ એસોસિએશને ફેસબુક પર પુષ્ટિ કરી છે કે વડાપ્રધાન પર ગોળીબાર કરનાર વ્યક્તિ ર૦૧પ થી એસોસિએશનનો સભ્ય છે. હુમલાખોરના પુત્રએ સ્લોવાક ન્યૂઝ સાઈટને જણાવ્યું કે તેને ખબર નથી કે તેના પિતા શું વિચારી રહ્યા છે. તેમણે શું પ્લાનિંગ કર્યું હતું અને તેમણે શા માટે આ કૃત્ય કર્યું, તેમની પાસે લાયસન્સવાળી રિવોલ્વર હતી, તેને આ અંગે જાણકારી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial