Advertisement
Author: નોબત સમાચાર

ધો. ૧૦નું રેકર્ડબ્રેક પરિણામ આવતાં પ્રશ્ન ઉઠ્યો છે કે આવું પરિણામ કેમ આવ્યું??

સારૃં પરિણામ આવે તો પણ ઉપાધી !

ખંભાળીયા તા. ૧૬: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર થયેલા પરિણામોમાં ધો. ૧૦માં ૩૦ વર્ષનો રેકોર્ડ તોડતું ૮૨.૫૬ ટકા પરિણામ આવ્યું ત્યારે માત્ર એક વર્ષમાં ધો. ૧૦નું આવું રેકોર્ડરૃપ પરિણામ કેમ આવ્યું? તેણે શિક્ષકો, આચાર્યો, કેળવણીકારોને વિચારતા કરી મૂક્યા છે.

ધ્રોલના કેળવણીકાર તથા શિક્ષણ ક્ષેત્રે અનેક પ્રયોગો કરનાર હસમુખ ભેંસદડીયાએ આ અંગે સોશિયલ મીડિયામાં વિગતો મૂકી છે.

માર્ચ-૨૩માં ૭,૩૪,૪૯૮ નિયમિત છાત્રો હતાં જ્યારે માર્ચ-૨૦૨૪માં ૬,૯૯,૫૯૮ છાત્રો હતા. એટલે કે ૩૫,૩૦૦ વિદ્યાર્થી નિયમિતમાં આ વર્ષે ઘટ્યા તેની સામે રિઝલ્ટ ૧૭.૯૪ ટકા વધ્યું!! ૨૩મા ૭,૩૪,૯૯૮ માંથી ૪,૭૪,૮૯૩ જ પાસ હતા જ્યારે આ વર્ષે ૬,૯૯,૫૯૮ માંથી ૫,૭૭,૫૫૬ પાસ થયા!!

૨૦૨૩માં એ-વન ગ્રેડ માત્ર ૬૧૧૧ને મળ્યો હતો જ્યારે આ વખતે ૨૩૨૪૭ને મળ્યો!! ૧૦૦% પરિણામ ધરાવતી શાળા આઠેક હજારમાંથી ૨૦૨૩માં માત્ર ૨૭૨ હતી તે આ વર્ષે ૧૩૮૯ થઈ.

માર્ચ-૨૩માં સામાજિક વિજ્ઞાનમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ માત્ર ૫૮ને મળ્યો હતો. ૨૦૨૪માં ૭૫૩ને વિજ્ઞાનમાં ૨૩માં ૧૭૮, ૨૪માં ૮૨૮ સ્ટાન્ડર્ડ મેથ્સમાં ૨૩માં ૧૯૭, ૨૪માં ૨૫૫૦, સંસ્કૃતમાં ૨૩માં ૧૫૦, ૨૪માં ૧૯૦૫, બેઝિક ગણિતમાં ૨૩માં ૬૭૧, ૨૪માં ૨૮૦૨, શિક્ષણવિદો હેરાન છે કે એક જ વર્ષમાં શિક્ષણ પદ્ધતિમાં ક્યુ 'આમૂલ' પરિવર્તન આવ્યું કે ૩૦ વર્ષનો રેકોર્ડ તૂટ્યો!!

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh