Advertisement
Author: નોબત સમાચાર

વચગાળાનું ભરણપોષણ આપવા પતિને કોર્ટનો આદેશ

પત્નીએ નોંધાવી હતી ફરિયાદઃ

જામનગર તા. ૧૬: જામનગરના એક મુસ્લિમ પરિણીતાએ પતિ, સાસુ, સસરા સામે ડોમેસ્ટીક વાયોલન્સ એક્ટ હેઠળ ફરિયાદ કર્યા પછી અદાલતમાં વચગાળાનું ભરણપોષણ માંગતા અદાલતે દર મહિને રૃા.૮ હજાર ચૂકવવા પતિને હુકમ કર્યાે છે.

જામનગરના ધરારનગરમાં રહેતા મોઈન અયુબ થૈયમ સાથે પોણા બે વર્ષ પહેલાં સાજેદા હુસેનભાઈના નિકાહ થયા હતા. તે પછી પતિ તેમજ સાસુ જુબેદાબેન, સસરા અયુબ ઉમરભાઈ શંકા કરતા હતા. પતિએ માર મારી અને સાસુ, સસરાએ ગાળો ભાંડી છ મહિના પહેલાં સાજીદાબેનને કાઢી મુક્યા હતા.

આ પરિણીતાએ કોર્ટમાં ડોમેસ્ટીક વાયોલન્સ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી વચગાળાનું ભરણપોષણ માંગતા અદાલતે દર મહિને રૃા.૮ હજાર ચૂકવવા પતિને હુકમ કર્યાે છે. અરજદારણ તરફે વકીલ અસરફ જુણેજા, નિલય ઠાકર રોકાયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh