Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અકસ્માત સર્જી ડમ્પર લઈને ચાલક ફરાર
અમદાવાદ તા. ૧૬: ઈન્દોર-અમદાવાદ હાઈવે પર અકસ્માત થયો છે. ડમ્પર સાથે કાર ટકરાતા ૮ લોકોના મોત થયા છે. અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે.
મધ્યપ્રદેશમાં ઈન્દોરના બેટમા પાસે એક અકસ્માત થયો હતો. જેમાં આઠ લોકોના મોત થયા છે. આ અકસ્માત એસયુવી કારના ધાર રોડ પર ઉભેલા રેતીના ડમ્પર સાથે ટકરાતા થયો હતો. કારમાં ૯ લોકો સવાર હતાં. જેમાંથી ૮ લોકોના મોત થયા છે. મૃતકમાં એક મહિલા પણ સામેલ છે.
આ ભયાનક અકસ્માત અંગે ત્યાંના ડીએસપી ઉમાકાંત ચૌધરીએ જણાવ્યું. અમને પીએસ બેતવા સરહદમાં ઈન્દોર-અમદાવાદ હાઈવે પર એક કાર અકસ્માતની સૂચના મળી હતી. એક બોલેરો એસયુવી દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી અને કારમાં સવાર ૯ લોકોમાંથી ૮ લોકોના મોત થયા છે. તમામ લોકો ગુના તરફ જતા હતાં. અકસ્માતમાં એક પોલીસ કોન્સ્ટેબલનું પણ મોત થયું છે.
તદ્ઉપરાંત એએસપીએ જણાવ્યું કે રોડ અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે, જ્યારે આઠ શબને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. એએસપીએ કહ્યું કે, કાર જે ડમ્પર સાથે અથડાઈ હતી, તે સ્થળ પર મળી આવ્યું નથી.
રૃપેશકુમાર દ્વિવેદીએ કહ્યું, 'લાગે છે કે દુર્ઘટના બાદ આ અજાણ્યા વાહન ચાલક ગાડી સહિત ફરાર થઈ ગયો છે. અકસ્માતનો ગુનો નોંધીને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial