Advertisement
Author: નોબત સમાચાર

બાળ શ્રમિકને કામ પર રાખનાર કેટરર્સના બે વ્યવસાયી સામે નોંધાયો ફોજદારી ગુન્હો

ખૂલી લીફ્ટમાં માથું ફસાઈ જતાં બાળકનું થયું હતું મૃત્યુઃ

જામનગર તા. ૧૬: જામનગરના રણજીતનગર પટેલ સમાજમાં  ગઈ તા.૨૬ના દિને લીફ્ટમાં માથું ફસાઈ જતાં એક તરૃણનું મૃત્યુ નિપજ્યું હતું. કેટરીંગ કામ માટે આવેલા આ તરૃણના મૃત્યુ અંગે જામનગરના શ્રમ અધિકારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ બાળકને કામ પર રાખનાર કેટરર્સના બે વ્યવસાયી સામે ગુન્હો નોંધવામાં આવ્યો છે.

જામનગરના રણજીતનગર વિસ્તારમાં આવેલા પટેલ સમાજમાં ગઈ તા.૨૬-૪-૨૪ ની સાંજે જમણવારનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તે કામ માટે કેટરીંગ સર્વિસ પૂરી પાડતા વ્યક્તિઓને ઓર્ડર અપાયો હતો અને તે કામ પર ૨૬ તારીખની સાંજે બેડીના જામા મસ્જિદ વિસ્તારમાં રહેતો તૌસિબ અહેમદ મકવાણા નામનો તેર વર્ષનો તરૃણ પણ હતો.

જમણવાર માટે સામગ્રી બીજા માળેથી ત્રીજા માળે લઈ જવા માટે ખૂલી લીફ્ટમાં સામાન મુકવામાં આવ્યો હતો અને તેમાં તૌસિબ સામાન ચઢાવતો હતો. આ તરૃણ દોઢેક કલાક સુધી જોવા નહીં મળતા તેની સાથે કામ કરતા અન્ય લોકોએ તપાસ કરાવી હતી જેમાં તૌસિબ બીજા માળથી ત્રીજા માળની વચ્ચે ફસાઈ ગયેલી લીફ્ટમાં જોવા મળ્યો હતો. આ તરૃણનું માથું લીફ્ટમાં ફસાઈ ગયું હતું તેને બહાર કાઢી ફાયરબ્રિગેડના જવાનોએ ૧૦૮માં હોસ્પિટલમાં ખસેડ્યો હતો જ્યાં તૌસિબનું મૃત્યુ નિપજ્યું હતું. પોલીસને અબ્બાસ હુસેન મકવાણાએ જાણ કરી હતી.

આ બનાવ અંગે શ્રમ અધિકારી ધ્વનીબેન ડી. રામીએ તપાસ શરૃ કર્યા પછી તેર વર્ષના તરૃણને કામ પર રાખવા અંગે લાલપુર બાયપાસ નજીક સપના નાસ્તા ભુવન ચલાવતા ચિરાગ ગોકળભાઈ ગોરીયા ઉર્ફે સંદીપ તથા પંચેશ્વર ટાવર નજીક ભરવાડપાડામાં રહેતા રાજુ કાનાભાઈ વાઘેલા સામે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. આ વ્યક્તિઓએ  બાળ શ્રમિકને કામ પર રાખ્યો હોય પોલીસે ગુન્હો નોંધ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh