Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અદાલતમાં વીજ કંપનીએ કર્યાે દાવોઃ
જામનગર તા. ૧૬: જામનગરના રામેશ્વરનગર વિસ્તારમાં એક મહિલાને ત્યાં વીજ ચેકીંગ કરાયા પછી વીજ ચોરીનું બીલ આપવામાં આવ્યું હતું. તે રકમની વસૂલાત માટે કરાયેલા દાવાને અદાલતે મંજૂર રાખતા આ મહિલાએ માત્ર ૪૮ કલાકમાં રૃા.૩ લાખ વીજ કંપનીમાં જમા કરાવ્યા છે.
જામનગરના ૫ટેલ કોલોની સબ ડિવિઝન હેઠળ આવતા રામેશ્વરનગર વિસ્તારમાં વીજ ચેકીંગ હાથ ધરાયું હતું. જેમાં જશુમતીબેન યશવંતભાઈને ત્યાં વીજ ચેકીંગ કાર્યવાહી કરવામાં આવતા તેઓ ગ્રાહક ન હોવા છતાં વીજ વ૫રાશ કરતા મળી આવ્યા હતા. તેઓને રૃા.૧,૮૯,૧૭૮નંુ બીલ આપી તે રકમ વસૂલવા અદાલતમાં દાવો કરાયો હતો.
ઉપરોક્ત દાવો ચાલવા પર આવતા આરોપી તરફથી દલીલ થઈ હતી કે, દાવો સમય મર્યાદા બહારનો છે અને બે લેબ રોજકામ કરવામાં આવ્યા છે એકમાં મીટર બરાબર બતાવે છે અને બીજામાં વીજચોરી દર્શાવાઈ રહી છે. તેની સામે વીજ કંપનીના વકીલ રાજેશ વશીયર, પંકજ અભંગીએ કરેલી દલીલો ગ્રાહ્ય રખાતા પ્રતિવાદીએ વ્યાજ સહિતની મંજૂર થયેલી રકમમાંથી રૃા.૩ લાખ વીજ કંપનીમાં જમા કરાવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial