Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શિવરાજપુર બીચ પાસે ચિઠ્ઠી નાખી જુગાર રમતા ચાર ઝબ્બેઃ
જામનગર તા. ૧૬: જામનગરના ધુંવાવ નાકા પાસે ગઈકાલે સાંજે ક્રિકેટના મેચ પર સટ્ટો રમી રહેલા શખ્સને એલસીબીએ દબોચી લીધો છે. તેણે કપાત લેતાં બે શખ્સના નામ આપ્યા છે. દ્વારકાના શિવરાજપુર બીચ પર એક દુકાન નજીકથી ક્રિકેટ મેચના ખેલાડીઓના નામની ચિઠ્ઠી નાખી જુગાર રમતા ચાર ઝડપાયા છે.
જામનગરના ધુંવાવ નાકા વિસ્તારમાં આવેલા ૫ખાલી વાડ પાસે એક શખ્સ ક્રિકેટનો સટ્ટો રમતો હોવાની બાતમી એલસીબીના મયુરસિંહ, હરદીપ બારડ, ઋષિરાજસિંહને મળતા પીઆઈ વી.એમ. લગારીયાને વાકેફ કરાયા પછી પીએસઆઈ આર.કે. કરમટા, પી.એન. મોરીના વડપણ હેઠળ સ્ટાફે દરોડો પાડ્યો હતો.
ત્યાં આવેલી નગીના મસ્જીદ નજીકથી દીપક બાલુભાઈ ચુડાસમા નામનો શખ્સ પોતાના મોબાઈલમાં ગઈકાલની આઈપીએલની મેચ પર સટ્ટો રમતો મળી આવ્યો હતો. એલસીબીએ તેનો મોબાઈલ, રોકડ મળી રૃા.૬૫૦૦નો મુદ્દામાલ કબજે કર્યાે છે. આ શખ્સે પોતાની પાસેથી સોદા લેતા જે.પી. તથા ભોલાભાઈ નામના બે શખ્સના મોબાઈલ નંબર આપ્યા છે.
દ્વારકાના શિવરાજપુર ગામમાં બીચની સામે એક દુકાન નજીક ગઈકાલે રાત્રે આઈપીએલની મેચના ખેલાડીના નામની ચિઠ્ઠી નાખી તેના પર જુગાર રમાડતો હોવાની બાતમી મળતા દ્વારકા પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડો પાડતા ત્યાંથી ધુધાભા ખેતાભા નાયાણી, દિવ્યેશભા કાનજીભા કારા, આલાભા રાયસંગભા નાયાણી, જીતેનભા ગુમાનભા નાયાણી નામના ચાર શખ્સ મળી આવ્યો હતો. તેઓના કબજામાંથી ખેલાડીઓના ક્રમની ચાર ચિઠ્ઠી, ત્રણ મોબાઈલ, રોકડ મળી કુલ રૃા.૩૧,૧૩૦નો મુદ્દામાલ કબજે કરાયો છે. ચારેય સામે જુગારધારાની કલમ-૧૨ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial