Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સરકારી યોજનાના લાભાર્થીનો પ્રતિભાવ
જામનગર તા. ૨૯: મારા નાનકડા વ્યવસાયના વિકાસમાં અને મને આત્મનિર્ભર બનાવવા માટે સરકારની વાજપાઈ બેન્કબેલ યોજના આધારરૂપ બની છે, તેવું દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકાના ભાડથર ગામના નવયુવાન હમીર ગોજિયાએ જણાવ્યું છે.
એક સાંધે ત્યાં તેર તૂટે તેવી પરિસ્થિતિ ઘરની હતી, તેવું કહી ક્ષણવાર બોલતાં અટકી ગયેલા હમીર ગોજિયાએ ધીમા સ્વરે કહ્યું કે, કુદરતે પિતાની છત્ર છાયા પણ ઉઠાવી લીધી. ઘરના તમામ સભ્યોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તે સમયે મારી ઉંમર માત્ર ૨૦ વર્ષની હતી. પિતા મંજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતાં હતા. મારા પિતા હંમેશાં મને કહેતા કે બેટા જીવનમાં મહેનત વગર કશું પ્રાપ્ત થતું નથી.
પિતાના સ્વર્ગવાસ બાદ સમગ્ર પરિવારની જવાબદારી મારા પર આવી હતી. હું ધોરણ ૧૦ નાપાસ હતો. આ અભ્યાસમાં કોઈ સારી નોકરી મળે તેવી કોઈ શકયતા ન હતી. તે સમયે શું કરવું તે વિચારમાં હતો, પણ મોબાઈલમાં ફોટો પાડવાની કળાએ મને ફોટોગ્રાફીનો વ્યવસાય કરવાની પ્રેરણા આપી હતી. આ દિશામાં થોડા રૂપિયાથી નાનકડો ફોટોગ્રાફીનો વ્યવસાયનો આરંભ કર્યો હતો.
ફોટોગ્રાફી ક્ષેત્રે સતત આવતાં પરિવર્તન સાથે કદમ મિલાવવા માટે અને ફોટોગ્રાફીના વ્યવસાયના વિકાસ માટે મારે નાણાંની જરૂરિયાત ઉભી થઈ હતી. બે લાખ જેટલી રકમ કોની પાસે માંગવી તેની ગડમથલ મનમાં ચાલતી હતી. તે સમયે મારા મિત્ર પાસેથી સરકારની વાજપાઈ બેન્કેબલ યોજનાની માહિતી મને મળી હતી. આ સહાય યોજના માટે મે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો સંપર્ક કર્યો હતો. મને આ કચેરીના કર્મયોગીનો સહકાર મળતાં મે લોન મેળવવા માટેની કાર્યવાહી શરૂ કરી હતી. મને ખૂબ જ ઝડપી લોન સહાયનો લાભ મળ્યો હતો. લોન સહાય પેટે મળેલા રૂપિયા બે લાખ થકી મેં આજે ભાડથર ગામમાં મારો ફોટો સ્ટુડિયોનો વિકાસ કાર્યો છે. તેમજ મારી આજીવિકામાં પણ ખૂબ સારો વધારો થયો છે. તેની સાથે મારા ઘરમાં સુખની જયોત વધુ પ્રજવલિત થઈ છે.
ખરેખર રાજ્ય સરકાર દ્વારા સહાય યોજનાઓ અમલીમાં મુકી યુવાનોને પોતાના સ્વપ્નો પૂર્ણ કરવા અને આત્મનિર્ભર બનવા માટે પાંખો પૂરી પાડી છે. મને આત્મનિર્ભર બનાવવા માટે અને સમાજમાં સન્માન અપાવવા માટે હું સરકારનો આભારી છું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial