Advertisement
Author: નોબત સમાચાર

બાંગ્લાદેશમાં હિન્દુ પરિવારની ગર્ભવતી મહિલા સહિત ચાર સભ્યોની ઘાતકી હત્યાઃ તપાસ શરૂ

વચગાળાની સરકારે લોકશાહીને બનાવી ટોળાશાહીઃ હસન મહેમુદ

ઢાકા તા. ર૮: બાંગ્લાદેશમાં હિન્દુ પરિવારના ચાર સભ્યોની નિર્મમ હત્યા થતા આક્રોશ પ્રગટ્યો છે. શેખ હસીના સરકારના પતન પછી હિન્દુઓ ઉપર અત્યાચારનો સિલસિલો યથાવત્ રહ્યો છે. હરામખોરોએ ગર્ભવતી મહિલાને પણ છોડી નહીં. કિશોરગંજ જિલ્લાના ભૈરબમાં એક એપાર્ટમેન્ટમાંથી ચારેયના મૃતદેહ મળ્યા છે. પોલીસે તપાસ શરૂ કરી છે.

બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકાર હટાવ્યા પછી હિન્દુઓ પર સતત અત્યાચારો થઈ રહ્યા છે. તાજેતરની હિંસા કિશોરગંજ જિલ્લાના ભૈરબ શહેરમાં થઈ હતી, જ્યાં એક એપાર્ટમેન્ટમાં હિન્દુ પરિવારના ચાર લોકો મૃત હાલતમાં મળી આવ્યા હતાં.

મૃતકોની ઓળખ ૩ર વર્ષીય જોની બિસ્વાસ, તેની ગર્ભવતી પત્ની અને તેમના બે બાળકો તરીકે થઈ છે. પોલીસે બુધવારે હત્યાનો ગુનો નોંધ્યો હતો. પોલીસ પ્રશાસન આ હત્યાને આત્મહત્યા તરીકે રજૂ કરી રહ્યું છે. સ્થાનિક પોલીસે જણાવ્યું છે કે પત્ની અને બાળકોની હત્યા કર્યા પછી જોનીએ આત્મહત્યા પણ કરી લીધી હતી.

એક પોલીસ અધિકારીએ કહ્યું કે અમે તપાસ કરી રહ્યા છીએ. આ ભયાનક ઘટના પછી સમગ્ર વિસ્તારમાં તણાવનો માહોલ છે. બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીઓ વિરૂદ્ધ હિંસામાં વધારો થઈ રહ્યો છે. અધિકારીઓએ આ મામલાની સંપૂર્ણ તપાસ કરવાની અને સમુદાયમાં વધી રહેલા ભયને ઘટાડવા માટે પગલાં લેવાની ખાતરી આપી છે. બાંગ્લાદેશના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન હસન મહેમુદે કહ્યું છે કે, ભારત વિરોધી રેટરિક અને કટ્ટરવાદી અને આતંકવાદી દળોને પ્રોત્સાહન આપતી પરસ્પર સંબંધિત વ્યૂહરચના છે જેણે બાંગ્લાદોેશને સંપૂર્ણ અરાજક્તા તરફ ધકેલી દીધું છે. તેમણે મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસની આગેવાની હેઠળની બાંગ્લાદેશની વચગાળાની સરકાર પર લોકશાહીને ટોળાશાહીમાં ફેરવવાનો આરોપ લગાવ્યો છે.

બાંગ્લાદેશમાં વિદ્યાર્થી ચળવળને પગલે બગડતી પરિસ્થિતિને પગલે પોતાનો દેશ છોડી ગયેલા મહમુદે તાજેતરમાં પીટીઆઈને એક અજ્ઞાત સ્થળેથી આપેલા વિશિષ્ટ ટેલિફોન ઈન્ટરવ્યૂમાં બાંગ્લાદેશમાં લઘુમતીઓની સ્થિતિને ખતરનાક ગણાવી હતી. તેમણે દાવો કર્યો હતો કે બાંગ્લાદેશ જમાત-એ-ઈસ્લામી સહિતના ઉગ્રવાદી જુથો ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને સત્તા પરથી હટાવ્યા પછી સક્રિય થયા છે.

મહેમુદે ભારપૂર્વક જણાવ્યું હતું કે હિન્દુ મંદિરો અને ધાર્મિક સ્થળો પરના હુમલાઓ ચિંતાજનક સ્થિતિ દર્શાવે છે. તેમણે કહ્યું કે તે લઘુમતી વિરોધી ભાવનાને પ્રતિબિંબિત કરે છે જે ઉગ્રવાદી રેટરિક સાથે મેળ ખાય છે. જે બિનસાંપ્રદાયિક સિદ્ધાંતો અને ધાર્મિક લઘુમતીઓની સુરક્ષા બન્નેને જોખમમાં મૂકે છે. દરમિયાન બાંગ્લાદેશના ચિત્તાગોંગ શહેરમાં વકીલની હત્યા કરવા અને એક અગ્રણી હિન્દુ નેતાની ધરપકડ પર સુરક્ષા કર્મચારીઓ પર હુમલો કરવા બદલ ઓછામાં ઓછા ૩૦ શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh