Advertisement
Author: નોબત સમાચાર

ડેન્ગ્યુ સહિત વાહકજન્ય રોગચાળો ડામવા જામનગર મહાનગર પાલિકાએ માંગ્યો જનસહયોગ

આરોગ્યતંત્ર ઘેર-ઘેર સંપર્ક કરે છે

જામનગર તા. ૨૮: જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની યાદીમાં જણાવાયું છે કે હાલમાં શહેરમાં ડેન્ગ્યુનાં કેસો જોવા મળી રહેલ છે. આ કેસોના નિયંત્ર માટે જામનગર શહેરમાં નિનક ધોરણે કરવામાં આવતી હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ કામગીરીને વધુ સઘન બનાવવામાં આવી છે. જામનગર મહાનગરપાલિકા, આરોગ્ય શાખા દ્વારા શહેરીજનોને વાહકજન્ય રોગચાળા અંગે જાગૃત થવા અને આરોગ્ય શાખા દ્વારા નિર્દેશિત પગલાં લઈ, આ રોગચાળાને ડામવા અપીલ કરવામાં આવી છે.

મનપાના હેલ્થ ઓફિસરો વાહકજન્ય રોગ અટકાયત સર્વેલન્સ માટે આરોગ્ય કર્મચારીઓને સહકાર આપવા અનુરોધ કરતા કહ્યુ છે કે આ રોગચાળાને નિયંત્રણમાં રાખવા માટે શહેરીજનોનો સાથ સહકાર અતિ આવશ્યક છે.

નગરજનોને માર્ગદર્શન આપતા જણાવાયું છે કે, પાણી  ભરેલા તમામ વાસણો હવાચુસ્ત ઢાંકણથી ઢાંકી રાખવા, પાણીની ટાંકીઓ, ફુલદાનીઓ, પક્ષીકુંજ, કુલર ફ્રીજની ટ્રે વગેરે અઠવાડિયામાં એક વખત અચૂક સાફ કરવા, અગાસી, છજ્જા, પાર્કિંગની જગ્યા, સેલરમાં ભરાઈ રહેલ પાણીનો તાત્કાલિક નિકાલ કરવો, નકામાં ટાયરો, ખાલી વાસણો કે ધાબા પરના ડબ્બા તથા અન્ય ભંગારમાં પાણી ભરાઈ ન રહે તેની કાળજી રાખવી.

મેડિકલ ઓફિસરે વધુમાં જણાવ્યું છે કે મેલેરિયા ફેલાવતા મચ્છરો રાત્રે, ડેન્ગ્યુ અને ચીકુનગુનિયા ફેલાવતા મચ્છરો દિવસે કરડતા હોવાથી મચ્છરનાં કરડવાથી બચો. મચ્છરોનાં કરડવાથી બચવા માટે રાત્રે મચ્છરદાનીનો ઉપયોગ કરો, આખી બાયના કપડાં પહેરો અને મચ્છર ભગાડવાની કોઈલ, ક્રીમ વગેરે રીપેલેંટસનો ઉપયોગ કરવો. હિતાવહ છે. સવારે અને સાંજે બારી બારણાં બંધ રાખવા, આ સમયે મહત્તમ મચ્છરો ઘરમાં પ્રવેશે છે.

તાવ આવે કે તુરંત જ નજીકનાં આરોગ્ય કેન્દ્ર કે ડોકટરનો સંપર્ક કરવો તથા ડ્રાય ડે ઉજવો, દર અઠવાડિયે એકવાર સવારે ૧૦ કલાકે ૧૦ મીનીટનો સમય કાઢીને ઘરમાં ઉપયોગમાં લેવાતા તમામ પાણીનાં પાત્રોને ખાલી કરી, ઘસીને સાફ કરી, સુકવ્યા બાદ ફરીથી ઉપયોગમાં લેવા જોઈએ. તેમ મેડીકલ ઓફિસર ઓફ હેલ્થ (જામનગર મહાનગરપાલિકા)એ વધુમાં જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh