Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સૌથી વધુ ભાજપના ૭૦ ટકા
મુંબઈ તા. ૨૮: મહારાષ્ટ્ર વિધાનસભામાં ચૂંટાયેલા ૬૫ ટકા વિધાનસભ્યો સામે ગુના નોંધાયેલા છે તેમાં પણ સૌથી વધુ ભાજપના ૭૦ ટકા વિધાનસભ્યો સામે પોલીસમાં વિવિધ પ્રકારની ફરિયાદ નોંધાયેલી છે.
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ચૂંટાઈ આવેલા ૨૮૮ વિધાનસભ્યોમાંથી ૬૫ ટકા વિધાનસભ્યો પર ગુના દાખલ હોવાનું જણાઈ આવ્યું છે. એમાં પણ ૪૧ ટકા એટલે કે ૧૧૮ વિધાનસભ્યો સામે પોલીસ સ્ટેશનમાં હત્યા, અપહરણ, હત્યાનો પ્રયાસ, મહિલા પર અત્યાચાર અને ભ્રષ્ટાચાર જેવા ગંભીર ગુના દાખલ હોવાનું જણાઈ આવ્યું છે.
ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ના ચૂંટાયેલા ૧૩૨માંથી ૯૨ વિધાનસભ્યો એટલે કે ૭૦ ટકા વિધાનસભ્યો પર વિવિધ પ્રકારના તો ૪૦ ટકા વિધાનસભ્યો પર ગંભીર ગુના છે. આવી જ રીતે શિંદે સેનાના ૫૭ વિધાનસભ્યોમાંથી ૩૮ વિધાનસભ્યો સામે ગુના છે.
અજિત પવારની નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના ચૂંટાઈ આવેલા ૪૧ વિધાનસભ્યોમાંથી ૨૦ પર ગુના છે. ઉદ્ધવ સેનાના ૨૦ વિધાનસભ્યોમાંથી ૧૩ પર, કોંગ્રેસના ૧૬ વિધાનસભ્યોમાંથી ૯ વિધાનસભ્યો અને શરદ પવારના ૧૦માંથી પાંચ વિધાનસભ્યો પર ગુના દાખલ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial