Advertisement
Author: નોબત સમાચાર

નેત્રયજ્ઞ, બીપી, ડાયાબિટીસ, એક્યુપ્રેશર તથા દંત ચિકિત્સા કેમ્પ

ગાયત્રી શકિતપીઠ- જામનગરમાં

જામનગર તા. ૨૮: ગાયત્રી શકિતપીઠ- જામનગર અને રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ- રાજકોટના સંયુકત ઉપક્રમે નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ તા. ૦૫-૧૨-૨૦૨૪ના સવારે ૯ થી ૧૨ વાગ્યા દરમિયાન ગાયત્રી  શકિતપીઠનું 'ત્રીપદા ભવન', માસ્તર સોસાયટી, શરૂ સેકશન રોડ, શિવમ પેટ્રોલ પંપની પાછળ, જામનગરમાં યોજવામાં આવ્યો છે. આ નેત્રયજ્ઞમાં સદગુરૂ રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ- રાજકોટના નિષ્ણાંત ડોકટર તથા સ્ટાફ પોતાની સેવા આપશે.

મોતિયાના દર્દીને ઓપરેશન માટે રાજકોટ લઈ જવામાં આવશે. જયાં દર્દીને રહેવા, જમવાની વ્યવસ્થા, ચશ્માં, દવા, ટીપાં વિનામૂલ્યે આપવામાં આવશે. ઓપરેશન થયા પછી દર્દીને શ્રી ગાયત્રી શકિતપીઠ જામનગરના કેમ્પના સ્થળે પરત મુકવાની વ્યવસ્થા પણ રાજકોટની હોસ્પિટલ તરફથી કરવામાં આવશે.

નેત્ર નિદાન સાથે ગાયત્રી શકિતપીઠ- જામનગરમાં કાયમી ધોરણે ચાલતા એકયુપ્રેશર વિભાગ દ્વાર એક્યુપ્રેશર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શરીરના કોઈપણ અંગના દુઃખાવા માટે એકયુપ્રેશર પદ્ધતિથી સારવાર આપવામાં આવશે. લાયન્સ કલબ વેસ્ટ જામનગરના સહયોગથી ડાયાબિટીસ તથા બી.પી.ની તપાસનો કેમ્પ પણ યોજવામાં આવ્યો છે. દાંતના દર્દી માટે ડો. કુંજલબેન પટેલ (બીડીએસ) તેમની સેવા આપશે. ઉપરોકત કેમ્પોનો લાભ લેવા માટે ગાયત્રી શકિતપીઠ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh