Advertisement
Author: નોબત સમાચાર

તારાપુર-ધર્મજ હાઈ-વે પર લક્ઝરી બસ સાથે ટ્રક અથડાતા ત્રણના મોતઃ તપાસ શરૂ

ઓવરટેક કરવા જતા અથડાઈ પડ્યા વાહનો

આણંદ તા. ર૮: તારાપુર-ધર્મજ હાઈ-વે પર લક્ઝરી બસ સાથે ટ્રક અથડાતા ગમખ્વાર અકસ્માત થયો છે. ત્રણના જીવ ગયા હોવાનું જાણવા મળે છે.

આણંદના તારાપુર ધર્મજ હાઈ-વે પર અકસ્માતમાં ૩ ના મોત થયા હોવાની વાત સામે આવી છે. જેમાં ટ્રક અને લક્ઝરી વચ્ચે અકસ્માતમાં મોત થયા છે. વડદલા પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાતા પોલીસ અને હાઈવે સ્ટાફ દોડી આવ્યો હતો, તો બીજી તરફ ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઓવરટેક કરવા જતા અકસ્માત સર્જાયો હોવાની વાત સામે આવી છે.

તારાપુર ધર્મજ હાઈ-વે પર આમ પણ અકસ્માત વારંવાર સર્જાતો હોય છે. ટ્રક લક્ઝરીની કે લક્ઝરી ટ્રકની ઓવરટેક કરવા ગયો તે સમયે આ દુર્ઘટના સર્જાઈ હતી. જોતજોતામાં ત્રણ લોકોને સારવાર મળે તે પહેલા જ ઘટના સ્થળે મોત થયા હતાં. પોલીસે ઘટના સ્થળે જઈને ટ્રાફિકને દૂર કર્યો હતો અને એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા હતાં. પોલીસે મુસાફરો અને અન્ય લોકોની પૂછપરછ કરીને નિવેદન નોંધ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ અકસ્માત વડદલા પાટિયા નજીક સર્જાયો હતો તો પેટલાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છે અને મૃતકના પરિવારજનોનો સંપર્ક કર્યો છે. સમગ્ર ઘટનામાં પોસ્ટમોર્ટમ થયા પછી પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવશે. તો પોલીસે આસપાસના સીસી ટીવી પણ જપ્ત કર્યા છે અને હાલ અકસ્માતનો ગુનો નોંધ્યો છે. ત્યારે પોલીસ આ અકસ્માતમાં લક્ઝરી બસના ડ્રાઈવર કે પછી ટ્રકના ડ્રાઈવર સામે ગુનો નોંધે છે તે જોવાનું રહ્યું.

તારાપુર તાલુકાના ચીતવાડા ગામે રહેતા ભરતભાઈ છોટાભાઈ પટેલ એક્ટિવા લઈ ગતરોજ તારાપુરથી ચીતરવાડા જઈ રહ્યા હતાં. દરમિયાન તારાપુરથી વટામણ તરફના હાઈ-વે પર આવેલી ઈન્દ્રણજ દરગાહ નજીક બપોરે સાડા બારેક વાગ્યાના અરસામાં રોંગ સાઈડે પૂર ઝડપે આવી રહેલી ઈકોના ચાલકે એક્ટિવાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ભરતભાઈ પટેલને માથા તથા શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચવા સાથે રસ્તા પર ભારે લોહી વહી ગયું હતું અને ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh