Advertisement
Author: નોબત સમાચાર

લોન ભરાઈ ગયા પછી પણ દસ્તાવેજ ન આપનાર બેંક સામે ફોરમનો આદેશ

રૂ.૧૦ હજાર વળતર પણ આપવા થયો હુકમઃ

જામનગર તા. ૨૮: જામનગરના એક મહિલાએ કેનેરા બેંકમાંથી હાઉસીંગ લોન લીધા પછી લોન ભરપાઈ કરી આપી હોવા છતાં તેના દસ્તાવેજો અને લોન લેતી વખતે મુકાયેલા બીજા દસ્તાવેજો છૂટા નહીં કરતા બેંક સામે ગ્રાહક ફોરમમાં ધા નાખી હતી. ફોરમે બંને દસ્તાવેજો રીલીઝ કરવા અને વળતર ચૂકવવા હુકમ કર્યાે છે.

જામનગરની સત્યમ્ કોલોની નજીક વસવાટ કરતા અમિષાબેન વડગામાએ કેનેરા બેંકમાંથી હાઉસીંગ લોન મેળવી તે મકાન બેંકને ગીરો આપ્યું હતું. તે લોન ભરપાઈ થઈ હોવા છતાં બેંક દ્વારા રીકન્વેયન્સ કરી આપવામાં ન આવતા અને ટવીન્કલ એન્ટરપ્રાઈઝની અન્ય લોન બાકી છે અને તેની રીકવરી કાર્યવાહી ચાલુ છે તેમ જણાવી અમિષાબેનના મકાનના કાગળો આપવામાં આવ્યા ન હતા.

તે દરમિયાન આ મકાનનો કબજો લેવાની કાર્યવાહી આરંભાતા અમિષાબેનને ધક્કા ખાવા પડ્યા હતા. તેઓએ અન્ય એક આસામીના મકાનના દસ્તાવેજો પણ બેંક પાસે મૂક્યા હતા. તે પણ બેંક દ્વારા આપવામાં આવતા ન હતા. આથી અમિષાબેને ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં કેનેરા બેંક સામે ફરિયાદ કરી હતી.

તે ફરિયાદ ચાલી જતાં ફોરમે ટવીન્કલ એન્ટરપ્રાઈઝના કોઈ જ દસ્તાવેજ રજૂ થયા નથી તેમ નોંધી કેનેરા બેંક સામેની ફરિયાદ મંજૂર કરી અસલ દસ્તાવેજો પરત આપવા અને રી-કન્વેયન્સ નોંધી આપવા હુકમ કરી માનસિક ત્રાસ બદલ રૂ.૧૦ હજાર વળતર પેટે પણ ચૂકવવા બેંકને હુકમ કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ ભાવીન રાજદેવ રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh