Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વીમા કંપની સામે ફોરમમાં કરાઈ હતી ફરિયાદઃ
જામનગર તા. ૨૮: જામનગરના એક આસામીએ હેલ્થ પોલિસી મેળવ્યા પછી સારવાર લેવી પડી હતી. તેના ખર્ચનો ક્લેઈમ વીમા કંપનીએ રદ્દ કરતા ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરાઈ હતી. ફોરમે વ્યાજ સાથે તે ક્લેઈમ ચૂકવી આપવા હુકમ કર્યાે છે.
જામનગરના બાબુભાઈ હઠાભાઈ બાંભવાએ વર્ષ ૨૦૨૧માં સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઈન્સ્યુ. કંપની પાસેથી હેલ્થ પોલિસી મેળવ્યા પછી બીમાર થયેલા બાબુભાઈને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં તેઓને સારવારનો રૂ.૧૭૭૦૪૯નો ખર્ચ થયો હતો. તે રકમ માટે ક્લેઈમ રજૂ કરાયો હતો.
આ ક્લેઈમ વીમા કંપનીએ મનઘડંત રીતે રદ્દ કર્યાે હતો. તેથી વીમા કંપની સામે જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ફરિયાદ કરાઈ હતી. તે ફરિયાદ ચાલી જતાં ફોરમે ફરિયાદની તારીખથી છ ટકા વ્યાજ ગણી ક્લેઈમની રકમ ચૂકવી આપવા અને ત્રાસ તથા ફરિયાદ ખર્ચ પેટે રૂ.પ હજાર અલગથી આપવા વીમા કંપનીને હુકમ કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ ભાર્ગવ મહેતા, નિલેશ જાદવ રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial