Advertisement
Author: નોબત સમાચાર

બાળવિવાહ મુકત ભારત અભિયાન અંતર્ગત કર્મયોગીઓના શપથગ્રહણ

જામનગર કલેકટર કચેરીમાં આયોજન

જામનગર તા. ર૮: મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના મંત્રીશ્રી દ્વારા દિલ્હી બાળવિવાહ મુકત ભારત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી જામનગર જિલ્લા કલેકટર કચેરીમાં પદાધિકારીશ્રીઓ અને કર્મયોગીઓએ બાળવિવાહ મુકત ભારત અંગે શપથ ગ્રહણ કર્યા હતાં. સૌએ પ્રતિજ્ઞા લીધી હતી કે ૨૧ વર્ષથી ઓછી ઉંમરના છોકરાઓ અને ૧૮ વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓનાં લગ્ન થવા દઈશ નહી. હું કોઈ એવી કોઈપણ ઘટનામાં ભાગ લઈશ નહિ જયાં બાળલગ્ન થઈ રહ્યા હોય, સગીર વયના લગ્ન એ સામાજિક દૂષણ અને અપરાધ છે. તેથી હું પ્રતિજ્ઞા કરૃં છું કે તેને રોકવા માટે દરેક શકય પ્રયત્નો કરીશ, હું મારા રાજ્યને બાળ લગ્ન મુકત બનાવવાનો સંકલ્પ કરૃં છું. આ શપથગ્રહણમાં અધિક નિવાસી કલેકટરશ્રી બી.એન. ખેર સહિત અધિકારીશ્રીઓ તેમજ સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh