Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચેકની રકમ મુજબનો દંડ ભરવા આદેશઃ
જામનગર તા. ર૮: જામનગરના એક આસામીએ લેણી રકમ ચૂકવવા રૂ.૧ લાખ ના બે ચેક આપ્યા હતા. તે ચેક પરત ફર્યાની ફરિયાદ અદાલત માં કરાતા અદાલતે આરોપીને બે વર્ષની કેદની સજા અને ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યાે છે.
જામનગરના નંદા અતુલ મણીલાલ પાસેથી સામૈયાભા વરજાંગભાઈ સુમાણીયાએ સંબંધદાવે રૂ.ર લાખ હાથ ઉછીના મેળવ્યા હતા. તે રકમની અતુલભાઈએ પરત માગણી કરતા સામૈયાભાએ બે ચેક આપ્યા હતા અને સ્ટેમ્પ પેપર પર લખાણ કરી આપ્યું હતું. રૂ.૧ લાખનો એક એવા બંને ચેક બેંકમાંથી પરત ફર્યા હતા. તે બાબતની નોટીસ પાઠવાયા પછી પણ રકમ ન ચૂકવાતા કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી.
તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી સામૈયાભા સુમાણીયાને તક્સીરવાન ઠરાવી બે વર્ષની કેદની સજા અને રૂ.ર લાખનો દંડ ફટકાર્યાે છે. ફરિયાદી અતુલ નંદા તરફથી વકીલ ચંદ્રેશ મોતા, મૈત્રી ભૂત, વિજય નકુમ, બિપીન મહેશ્વરી રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial