Advertisement
Author: નોબત સમાચાર

રૂપિયા ૭ લાખના મુદ્દલ સામે રૂ.૧૭ લાખ ચૂકવ્યા પછી ૬ શખ્સે હેરાન કર્યાની રાવ

નગરના કારખાનેદારે વ્યાજ વટાવની કરી ફરિયાદઃ

જામનગર તા. ૨૮: જામનગરના એક કારખાનેદારે પૈસાની જરૂરિયાત ઉભી થતાં છ વ્યક્તિ પાસેથી રૂપિયા સાતેક લાખ વ્યાજે લીધા પછી રૂપિયા પોણા અઢાર લાખ ચૂકવી આપ્યા હોવા છતાં વધુ રકમની માગણી કરી તેઓને હેરાન કરાતા અને બે વ્યાજખોરે જાનથી મારી નાખવાની ધમકી પણ આપતા પોલીસમાં ફરિયાદ કરાઈ છે.

જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.પ૮માં કૃષ્ણ કોલોની પાસે પુષ્પમ એપાર્ટમેન્ટમાં રહેતા અને બ્રાસ પાર્ટનું કારખાનુ ચલાવતા રાજેશભાઈ નરશીભાઈ કણઝારીયા નામના આસામીએ ગયા માર્ચ મહિનામાં છ વ્યક્તિ પાસેથી રૂપિયા સાતેક લાખ વ્યાજે લીધા હતા.

તેઓએ વ્યાજે લીધેલી રકમ કરતા ત્રણેક ગણી રકમ વ્યાજ પેટે ચૂકવી આપી હતી. જેમાં જામનગરના જ અમિત બાબુભાઈ ભાનુશાળી પાસેથી રૂ.૨ લાખ હાથઉછીના લઈ તેની સામે રૂ.પ લાખ ૪૦ હજાર ચૂકવ્યા હતા. પ્રકાશ કટારમલ પાસેથી રૂ.પોણા ત્રણ લાખ વ્યાજે લઈ રૂ.૬ લાખ ભરપાઈ કર્યા હતા. વસંત ભાનુશાળી પાસેથી રૂ.૧ લાખ મેળવી રૂ.૩ લાખ ૬૦ હજાર આપી દીધા હતા, શૈલેષ ઉર્ફે ભીખાભાઈ પાસેથી રૂ.૨૫ હજાર લઈ ૩ર હજાર પરત આપ્યા હતા, રવિ મહાજન પાસેથી રૂ.૭૦ હજાર વ્યાજે લઈ રૂપિયા સાડા ચાર લાખ અને સુમિત ચાંદ્રા પાસેથી રૂ.૩૦ હજાર મેળવી રૂ.૧ લાખ ૨૦ હજાર ભરપાઈ કર્યા હતા. આમ તેઓએ કુલ રૂ.૭,૦૫,૦૦૦ વ્યાજે લઈ મુદ્દલથી વધુ વ્યાજ ચૂકવ્યું હતું.

મૂળ રકમ કરતા વ્યાજ વધુ ચૂકવાઈ ગયું હોવા છતાં ઉપરોક્ત છએય વ્યક્તિએ વધુ પૈસા માંગી રાજેશ કણઝારીયા ને હેરાન પરેશાન કરી નાખતા અને અમિત તથા શૈલેષે જાનથી મારી નાખવાની ધમકી પણ આપતા આખરે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રાજેશભાઈએ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૫૦૬ (ર), મનીલેન્ડર્સ એક્ટની કલમ ૫, ૩૯, ૪૦, ૪૨ હેઠળ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh