Advertisement
Author: નોબત સમાચાર

શેરબજાર અચાનક ધડામ... સેન્સેક્સમાં ૧૦૦૦ પોઈન્ટનો કડાકો

આઈ.ટી. શેરોની નબળાઈ તથા ટ્રમ્પની નવી નીતિઓની ચિંતાઓ કારણભૂત

મુંબઈ તા. ર૮: આજે શેરબજાર અચાનક ધડામ દઈને પછડાયું છે અને સેન્સેક્સ તથા નિફ્ટી તૂટ્યા છે. વૈશ્વિક અસરો મુખ્યત્વે આ કડાકા માટે જવાબદાર જણાય છે.

શેરબજારમાં સતત ત્રણ દિવસ સુધી તેજી રહ્યા પછી ફરી એકવાર મોટો કડાકો બોલાઈ ગયો. આજે ગુરુવારે પહેલા તો સેન્સેક્સ-નિફ્ટીએ ધીમી શરૂઆત કરી હતી, પરંતુ અચાનક બજારમાં મોટો કડાકો બોલ્યો છે. બીએસઈ સેન્સેક્સમાં ૧૦૧પ પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ ર૭પ પોઈન્ટ જેટલો ગગડતા રોકાણકારોને રડવાનો વારો આવ્યો હતો.

આ દરમિયાન બીએસઈના ૩૦ માંથી ર૯ શેર્સ લાલ નિશાન પર ટ્રેડ થઈ રહ્યા હતાં. બીએસઈ સેન્સેક્સ ગઈકાલે ૮૦,ર૩૪.૦૮ સપાટીએ બંધ થયો હતો જ્યારે આજે તે નજીવા વધારા સાથે ૮,ર૮૧.૬૪ ના સ્તરે ખુલ્યો હતો.

થોડો સમય ધીમી ગતિએ ચાલ્યા પછી તે અચાનક ગગડ્યો હતો. ભારતીય શેરબજારમાં આ કડાકો વૈશ્વિક માર્કેટમાં ઘટાડાની અસરને કારણે થયો છે. ગઈકાલે અમેરિકન બજાર કડાકા સાથે જ બંધ થયા હતાં તેની અસર સેન્સેક્સે અને નિફ્ટી પર દેખાઈ હતી.

ભારતીય શેરબજારમાં ઘટાડા પાછળનું મુખ્ય કારણ આઈટી શેરોમાં નબળાઈ છે, કારણ કે અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓને લઈને હજુ પણ ચિંતાઓ છે અને અમેરિકામાં વ્યાજદરમાં ઘટાડા અંગે અનિશ્ચિતતા ફરી વધી છે. યુએસ ફૂગાવાના ડેટા દર્શાવે છે કે ઓક્ટોબરમાં ઉપભોક્તા ખર્ચમાં વધારો થયો છે, જે ચિંતા પેદા કરે છે કે ભાવિ વ્યાજ દરમાં કાપની ગતિ અપેક્ષા કરતા ધીમી રહેવાની શક્યતા છે. યુએસ વ્યાજદરમાં ઘટાડાથી મંદીની સીધી અસર ખર્ચના વાતાવરણ પર પડશે અને ભારતમાં આઈટી અને ફાર્મા જેવા ક્ષેત્રોને પણ અસર કરશે. જે યુએસ માર્કેટ સાથે ગાઢ રીતે જોડાયેલા છે.

આટલું જ નહિં, જ્યારે અમેરિકાએ ચીન પર ટેરિફ ચાર્જ લગાવ્યો ત્યારે તેની અસર ચીનના આઈટી સ્ટોક પર પડી, જેની અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળી. નિષ્ણાતોનું માનવું છે કે ભારતીય આઈટી સ્ટોકમાં ઘટાડો થયો. નિફ્ટી આઈટી એન્ડેક્સમાં ર ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh