Advertisement
Author: નોબત સમાચાર

ઈ-સિગારેટ અંગેના કેસમાં બે આરોપીનો થયો છૂટકારો

મળી હતી ૧૧ નંગ ઈ-સિગારેટઃ

જામનગર તા. ૨૮: જામનગરના એમ્યુઝમેન્ટ પાર્ક પાસે આવેલી મોબાઈલની એક દુકાનમાંથી થોડા સમય પહેલાં એસઓજીએ ઈ-સિગારેટ પકડી પાડી હતી. બે શખ્સ સામે ગુન્હો નોંધાયા પછી અદાલતે બંનેનો છૂટકારો ફરમાવ્યો છે.

જામનગરના એમ્યુઝમેન્ટ પાર્ક પાસે આવેલી મોબાઈલની એક દુકાનમાં એસઓજીએ દરોડો પાડી ઈ-સિગારેટના ૧૧ નંગ કબજે કર્યા હતા.

આ અંગે વિરાજ રણજીતભાઈ પંચમતીયા તથા જતીન કમલેશભાઈ ભદ્રા સામે ગુન્હો નોંધાયો હતો. તે કેસ ચાલી જતા અદાલતે આરોપી તરફથી રોકાયેલા વકીલ રવિ સોલંકી, મેહુલ સોંદરવાની દલીલો ગ્રાહ્ય રાખી બંને આરોપીને મુક્ત કર્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh