Advertisement
Author: નોબત સમાચાર

ચાર આવાસ યોજનામાં ૮૭ ફ્લેટના વેંચાણ માટે અરજી મંગાવાઈ

જામનગર મહાનગરપાલિકાના

જામનગર તા. ર૮: જામનગરમાં અલગ અલગ ચાર આવાસ યોજનામાં ખાલી પડેલા કુલ ૮૭ ફ્લેટ વેંચાણ માટે મહાનગરપાલિકા દ્વારા જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.

જામનગરમાં ચાર આવાસ યોજનાના કુલ ૮૭ ફ્લેટ ખાલી છે. તેનું વેંચાણ કરવાનું હોય, આ માટેના ફોર્મ તા. ૩૧-૧-ર૦રપ સુધી મેળવી પરત કરવાના રહેશે. પોતાના નામે કે કુટુંબના અન્ય સભ્યના નામે માલિકીનું મકાન, પ્લોટ, રહેણાંક હેતુ જમીન ન હોવી જોઈએ.

મયુરનગર મેઈન રોડ વામ્બે આવાસની બાજુમાં ર૬ ફ્લેટ ખાલી છે. આ માટે આર્થિક આવક મર્યાદા ૧ લાખની હોવી જોઈએ અને ફ્લેટની કિંમત ૩ લાખ છે. (વન બીએચકે), એમપી શાહ ઉદ્યોગનગર પાછળ આવાસ યોજનામાં ફ્લેટ ખાલી છે. જે માટે આવકમર્યાદા ૧ થી અઢી લાખ હોવી જોઈએ અને ફ્લેટની કિંમત ૭ લાખ પ૦ હજારની નક્કી કરવામાં આવી છે. (૧ બીએચકે)

હાપા-રવિ પેટ્રોલ પમ્પ પાછળ પણ ૧ બીએચકેવાળા ૧૧ ફ્લેટ ખાલી છે. જેની ૩ કિંમત ૩ લાખ છે. જેમની આવક વાર્ષિક ૩ લાખ સુધીની છે. તેવો અરજી કરી શકશે.

અને હાપામાં જ રવિ પેટ્રોલ પમ્પ પાછળની અન્ય એક આવાસ યોજનામાં ૩૦ ફ્લેટ ખાલી છે. જેમની આવક મર્યાદા વાર્ષિક ૩ લાખ સુધીની છે, તેઓ અરજી કરી શકશે. આ ફ્લેટની કિંમત પણ ૩ લાખ છે અને વન વીએચકેની સુવિધા છે.

તમામ અરજીનો ડ્રો કરવામાં આવશે અને ધોરણસર મળવા પાત્ર લાભાર્થીને આવાસની ફાળવણી કરવામાં આવશે. વધુ વિગત માટે મહાનગર પાલિકાની હાઉસીંગ સેલ શાખાનો સંપર્ક કરવાનો રહેશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh