Advertisement
Author: નોબત સમાચાર

શાળા સંચાલક સામે ચેક પરતની રાવ

અમદાવાદના આસામીની પણ ચેક રિટર્નની ફરિયાદઃ

જામનગર તા. ૨૮: જામનગરના એક શખ્સ સામે અમદાવાદના આસામીએ રૂ.૫૦ હજાર ચેક પરતની ફરિયાદ નોંધાવી છે. જ્યારે એક સ્કૂલ સંચાલક સામે રૂ.૧ લાખના ચેક પરતની ફરિયાદ કરવામાં આવી છે.

જામનગરના મહંમદ જીસાન અંસારી પાસેથી બેકરી અંગેનું મશીન ખરીદવા અમદાવાદના રખીયાલના ધર્મેન્દ્ર નાનકરામ સંતોકીએ રૂ.૫૦ હજાર એડવાન્સ આપ્યા પછી મશીનની ડિલિવરી ન અપાતા ધર્મેન્દ્રએ પોતાની રકમ પરત માંગી હતી. તેનો ચેક આપવામાં આવ્યો હતો. આ ચેક બેંકમાંથી પરત ફરતા મહંમદ જીસાન સામે જામનગર કોર્ટમાં ફરિયાદ કરાઈ છે. ફરિયાદી તરફથી વકીલ ઉમર લાકડાવાલા રોકાયા છે.

જામનગરના મહાવીરસિંહ જટુભા જાડેજા પાસેથી બંસી સ્કૂલવાળા ભરત જાદવભાઈ ઉઘાડે રૂ.૧ લાખ ઉછીના મેળવી તેની પરત ચૂકવણી માટે ચેક આપ્યો હતો. તે ચેક પરત ફરતા મહાવીરસિંહે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી તરફથી વકીલ ગિરીરાજસિંહ જાડેજા રોકાયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh