Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર મનપા દ્વારા ૨૪.૦૯ લાખના ખર્ચને અપાઈ મંજુરી
જામનગર તા. ૨૮: જામનગર મહાનગર પાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની મિટિંગ આજે બપોરે ચેરમેન નિલેશ કગથરાના અધ્યક્ષસ્થાને મળી હતી. તેમાં કુલ ૧૧ સભ્ય ઉપરાંત મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, ડે. કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, સિટી એન્જિનિયર ભાવેશભાઈ જાની, ઈન્ચાર્જ આસિસ્ટન્ટ કમિશનર (ટે.) જીજ્ઞેશ નિર્મલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
બે વર્ષ રેઈટ કોન્ટ્રાકટ ફોર ટુ એન્ડ ફો ટ્રાન્સપોટેશન ઓફ લીકવીડ કલોરીન ટર્નર એન્ડ સીલીન્ડર બીટવીન જામનગર-વડોદરા વચ્ચે (જી.એ.સી.એલ.) ના કામ અંગે રજુ થયેલ દરખાસ્ત મા બે વર્ષ ના ખર્ચ નો સૈદ્ધાંતિક સ્વીકાર અને પ્રથમ વર્ષનું રૂ.૧૯.૦૯ લાખનું મંજુર કરવામાં આવ્યું હતું.
સ્ટોર્સ શાખા દ્વારા સને ૨૦૨૪-૨૫ માટે જામનગર મહાનગર સેવા સદનની જુદી-જુદી શાખાઓ માટે ફોટોકોપીના કામ માટે રૂપિયા ૪ લાખ મંજુર કરવામાં આવ્યા હતાં.
સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની આંતરમાળખાકીય સુવિધાની વર્ષ ૨૦૨૪-૨૫ ની ગ્રાન્ટ અંતર્ગત સિવિલ નોર્થ ઝોન (વોર્ડ નં. ૨, ૩ અને ૪) માં સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ બિલ્ડીંગ વર્કસ ના કામ માટે રૂપિયા ૧ લાખ મંજુર કરવામાં આવ્યું છે.
સીધી ભરતી-બઢતીના રીક્રુટમેન્ટ રૂલ્સ (આર.આર.) અંગે ચીફ ઓડીટરની રજુ થયેલ દરખાસ્ત તથા સીધી ભરતી-બઢતીના રીક્રુટમેન્ટ રૂલ્સ (આર.આર.) અંગે સેક્રેટરીની રજુ થયેલ દરખાસ્ત મંજુર કરવામાં આવી હતી.
ઉપરાંત એક દરખાસ્ત અધ્યક્ષસ્થાનેથી રજૂ થઈ હતી. જેમાં જામનગર મહાનગરપાલિકાની જુદી-જુદી શાખામાં ટેકનિકલ અને વહીવટી કામગીરી માટે જુદી-જુદી જગ્યાઓ ઉપર ફરજ બજાવતા કોન્ટ્રાકટ બેઈઝ કર્મચારીઓની નવી નિમણૂક ૬ માસ માટે આપવાનું મંજુર કરાયુ હતું. આમ આજની બેઠકમાં કુલ રૂપિયા ૨૪.૦૯ લાખના ખર્ચને મંજુરી આપવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial