Advertisement
Author: નોબત સમાચાર

કાલાવડના ભાવાભી ખીજડિયામાં મશીન સળગાવી નાખી કરાયું ૬૩ લાખનું નુકસાન

બે અજાણ્યા શખ્સ સામે કોન્ટ્રાક્ટરે કરી ફરિયાદઃ

જામનગર તા. ૨૮: કાલાવડના ભાવાભી ખીજડીયા ગામના પાટીયા પાસે ચાલી રહેલા કામના સ્થળે બે અજાણ્યા શખ્સે મંગળવારની રાત્રે ધસી જઈ એક મશીનના ડ્રાઈવરને ફડાકા ઝીંકી ભગાડી મૂક્યા પછી તે મશીનમાં આગ ચાંપી દીધી હતી. તેના કારણે મશીનમાં રૂ.૬૩ લાખ ઉપરાંતનું નુકસાન થયું છે. કોન્ટ્રાક્ટરે પોલીસમાં તેની ફરિયાદ નોંધાવી છે.

કાલાવડ તાલુકાના ભાવાભી ખીજડીયા ગામના પાટીયા પાસે સરકારી ખરાબા પાસે કામ કરવા માટે એમ.એસ. ખુરાના એન્જિનિયરીંગ લિ. કંપનીએ કોન્ટ્રાક્ટ મેળવ્યા પછી તે સ્થળે કામ શરૂ કર્યું હતું.

તે દરમિયાન ગઈકાલે વોલ્વો કંપનીનું એકસવેટર મશીન કામ પર હતું ત્યારે ત્યાં બે અજાણ્યા શખ્સ ધસી આવ્યા હતા. તેઓએ આ મશીન ચલાવી રહેલા ઓબિટ બારજો નામના શ્રમિકને અમારા વિસ્તારમાં કોની પરવાનગીથી કામ કરો છો તેમ કહી શ્રમિકને બે-ત્રણ ફડાકા ઝીંકી ગાળો ભાંડી હતી. તેથી ડરી ગયેલો શ્રમિક મશીન મૂકીને ત્યાંથી નાસી ગયો હતો.

પાછળથી આ શખ્સોએ તે મશીનમાં આગ લગાડી દીધી હતી. જેના કારણે રૂ.૬૩ લાખ ૧૧૦૪૦નું તે મશીનમાં નુકસાન થયું હતું. કોન્ટ્રાક્ટર પેઢીના પેટા કોન્ટ્રાક્ટર મૂળ રાજસ્થાનના અને હાલમાં કાલાવડમાં રહેતા બાઘારામ પ્રભુરામ પરીહારે કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ નોંધાવી છે. પોલીસે બે અજાણ્યા શખ્સ સામે મશીન સળગાવી નાખવા અંગે બીએનએસની કલમ ૧૧૫ (ર), ૩૨૪ (પ), ૩૫૨, ૫૪ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh