Advertisement
Author: નોબત સમાચાર

ભારતનું સિક્રેટ મિશનઃ સબમરીનમાંથી બેલેસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ

ઈન્ડિયન નેવીનો પ્રથમ પ્રયોગ સફળઃ ૩૫૦૦ કિ.મી.ની રેન્જ

નવી દિલ્હી તા. ૨૮: ભારતે પહેલીવાર સબમરીનથી સમુદ્રમાં પરમાણુ બેલેસ્ટિક મિસાઈલનું સિક્રેટ સફળ પરીક્ષણ કર્યું છે.

ઈન્ડિયન નેવીએ પોતાની ન્યુકિલયર પાવર્ડ સબમરીન આઈએનએસ અરિઘાત પહેલીવાર કે-૪ એસએલબીએમ નું સફળ પરીક્ષણ કર્યું છે. ઓટોમિક હથિયાર લઈ જનારી આ મિસાઈલની રેન્જ ૩૫૦૦ કિલોમીટર છે. આ મિસાઈલની ખાસિયત એ છે કે તે દેશને સેકેન્ડ સ્ટ્રાઈકની ક્ષમતા પ્રદાન કરે છે. એટલે કે દેશના ન્યુકિલયર ટ્રાયડને એ તાકાત મળી જાય છે કે, જો જમીન પર સ્થિતિ સારી ન હોય તો પાણીની અંદરથી સબમરીન હુમલો કરી શકે છે.

કે-૪ એસએલબીએમએ એક ઈન્ટરમીડિયેટ રેન્જની સબમરીનથી લોન્ચ થનારી પરમાણુ બેલિસ્ટિક મિસાઈલ છે. તેને નેવીની અરિહંત કલાસ સબમરીનમાં લગાવવામાં આવી છે. આ અગાઉ ભારતીય નૌકાદળ કે-૧૫ નો ઉપયોગ કરી રહી હતી. પરંતુ કે-૪ વધુ સારી, સચોટ, મેન્યુવરેબલ અને સરળતાથી ઓપરેટ થનારી મિસાઈલ છે.

આઈએનએસ અરિહંત અને અરિઘાટ સબમરીનોમાં ચાર વર્ટિકલ લોન્ચિંગ સિસ્ટમ છે. જેના કારણે તે લોન્ચ થાય છે. આ મિસાઈલનું વજન ૧૭ ટન છે અને તેની લંબાઈ ૩૯ ફૂટ છે. તેનો વ્યાસ ૪.૩ મીટર છે. તે ૨૫૦૦ કિલો વજનના સ્ટ્રેટેજિક ન્યુકિલયર હથિયાર લઈને ઉડાન ભરવામાં સક્ષમ છે.

બે સ્ટેજની આ મિસાઈલ સોલિડ રોકેટ મોટરથી ચાલે છે. આમાં પ્રોપેલેન્ટ પણ સોલિડ જ પડે છે. તેની ઓપરેશનલ રેન્જ ૪૦૦૦ કિલોમીટર છે. ભારતનો નિયમ છે કે તે પહેલા કોઈ પર પરમાણુ હુમલો નહીં કરશે. પરંતુ જો તેના પર આ હુમલો કરવામાં આવે તો તે છોડશે નહી. તેથી નૌકાદળમાં આવી મિસાઈલો હોવી ખૂબ જ જરૂરી છે.

તા. ૧૫ જાન્યુઆરી ૨૦૧૦ના વિશાખાપટ્ટનમના દરિયાકાંઠે પાણીના ૧૬૦ ફૂટ અંદર પોન્ટૂન બનાવીને ત્યાંથી તેનું સફળ ડેવલપમેન્ટ લોન્ચ કરવામાં આવ્યું હતું. ૨૪ માર્ચ ૨૦૧૪ના રોજ અહીંથી જ અને એવી જ રીતે તકનીક સાથે પોન્ટૂનથી ફરીથી પ્રથમ સફળ ટેસ્ટ લોન્ચ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ૭ માર્ચ ૨૦૧૬ના રોજ બીજું સફળ ટેસ્ટ લોન્ચ થયું. તેની ટ્રેજેકિટરી ડિપ્રેસ્ડ હતી. ૨૦૧૬માં આઈએનએસ અરિહંતથી ૭૦૦ કિમીની રેન્જ માટે સફળ ટ્રાયલ લોન્ચ કરવામાં આવ્યું હતું.

તા. ૧૭ ડિસેમ્બર ૨૦૧૭ ના રોજ પાણીની અંદર પોન્ટૂનથી લોન્ચિંગ થઈ હતી પરંતુ તે અસફળ રહ્યું હતું. ત્યારબાદ ૧૯ જાન્યુઆરી ૨૦૨૦ ના રોજ પણ પોન્ટૂનથી જ ૩૫૦૦ કિમીની રેન્જ માટે પાંચમી વખત સફળ ટેસ્ટ લોન્ચ કરવામાં આવ્યું હતું. ૨૦૨૦માં છઠ્ઠી વખત સફળ ટેસ્ટ લોન્ચ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હવે આ પરીક્ષણ કરવામાં આવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh