Advertisement
Author: નોબત સમાચાર

જામનગર મહાનગરપાલિકાની મિલકત વેરા શાખા દ્વારા શહેરમાં ૧૫ મિલકતો સીલ કરાઈ

૨૮ જેટલા આસામીઓએ વેરો ભરપાઈ કર્યોઃ

જામનગર તા. ૨૮: જામનગર મહાનગર પાલિકાની મિલકત વેરા શાખા દ્વારા તા. ૩૧-૦૩-૨૦૨૪ સુધીનો મિલકત વેરો નહીં ભરનાર મિલકત ધારકોને નિયમોનુસાર વોરંટ તથા અનુસૂચીની બજવણી કરવા છતાં પણ મિલકત વેરા નહી ભરનાર બાકીદારોની તા. ૨૭-૧૧-૨૦૨૪ સુધીમાં મિલકત સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.

જેમની મિલકત સીલ કરવામાં આવી છે. તેમાં વિમલ પી. શાહ (રૂ. ૫૭૬૨૦), અરૂણ અને ભરત બી. જોષી (રૂ. ૧,૬૮,૮૩૩), મેરામણભાઈ બિલ્ડર (૨૯,૭૫૬), મેરામણભાઈ બિલ્ડર (૩૪૮૩૮), જયેશભાઈ વાળંદ (૨૮૮૫), આણદાબાપા (૪૩૦૨૬), રણછોડ જીવરાજ મંડલી (૭૮૭૨૩), નેશનલ ટ્રેડીંગ કંપની (૬૬૯૯૧), કિશોરભાઈ વિશનદાસ કરીયા (૨૨૩૪૩), બોદુભાઈ પાનવારા (૩૪૩૭૩), કિરીટભાઈ મોહનલાલ વાઘેલા (૪૧૧૨૪), નિર્મલાબેન મુકુન્દરાય પુરોહિત (૨૫૩૦૮), સોની વેલજી જાદવજી (૭૨,૩૧૫), પુનમ કોમ્યુનિકેશન (૩૦૯૮૮), રેખાબેન એન. શાહ (૪૦,૯૫૯) નો સમાવેશ થાય છે.

આ ઉપરાંત સ્થળ પર કુલ- ૨૬ મિલકત ધારકોએ રૂ. ૩૯,૯૧,૯૩૮ ની રકમ ભરપાઈ કરી આપી હતી. જયારે બે મિલ્કત ધારકોએ રૂ. ૧,૧૦,૮૭૦ ના ડયુડેટનાં ચેક આપ્યા હતાં. આ રીકવરીની કામગીરી મ્યુનિ. કમિશનરની સુચના અનુસાર મિલ્કત વેરા શાખાનાં સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. જામનગર મહાનગરપાલિકા દ્વારા આગામી સમયમાં હજુ પણ વધુ કડક કાર્યવાહી કરવામાં આવનાર હોય, તાત્કાલિક બાકી મિલકત વેરા ભરપાઈ કરવા મિલકત ધારકોને જાણ કરવામાં આવે છે. આસી. કમિશનર (ટેકસ) જામનગર મહાનગરપાલિકાની યાદીમાં જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh