Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દરેડ ગામમાંથી બે વર્લીબાજને પકડી લેવાયાઃ
જામનગર તા. ર૮: જામનગરના દરેડ જીઆઈડીસી માં ગઈકાલે ચલણી નોટના નંબર પર એકીબેકી બોલતા બે શખ્સને પોલીસે પકડી લીધા હતા. જ્યારે દરેડ ગામ પાસેથી વર્લીનું બેટીંગ લેતા બે આંકડા શાસ્ત્રી ઝડપાયા છે.
જામનગર નજીકના દરેડ પાસે જીઆઈડીસીમાં આવેલા શિવ સર્કલમાં એક દુકાન પાસે ઉભા રહી ચલણી નોટના નંબર પર એકીબેકી બોલી રહેલા દેવાભાઈ રામજીભાઈ ગુજરીયા તથા કમાભાઈ સુરાભાઈ ગુજરીયા નામના દરેડના બે શખ્સને પોલીસે પકડી પાડ્યા હતા. રૂ.૧૯૫૦ કબજે કરી પોલીસે ગુન્હો નોંધ્યો છે.
જામનગર તાલુકાના દરેડ ગામમાં ગઈકાલે બપોરે જાહેરમાં ઉભા રહી વર્લીના આંકડા લખતા મનસુખભાઈ પીઠાભાઈ ચોપડા નામના શખ્સને પોલીસે દબોચી લીધો હતો. જ્યારે પેટ્રોલપંપ પાસે વર્લીનું બેટીંગ લઈ રહેલા હરીદાસ માખનભાઈ પટેલ નામના શખ્સને પણ ઝડપી લેવાયો હતો. બંનેના કબજામાંથી વર્લીના આંકડા લખેલી ચિઠ્ઠી તથા રોકડ રકમ પોલીસે કબજે કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial