Advertisement
Author: નોબત સમાચાર

પ્રિયંકા ગાંધી વાડ્રાએ સાંસદ તરીકે લીધા શપથઃ બન્યા વાયનાડના એમ.પી.

ભાઈ રાહુલ ગાંધીની જેમ

નવી દિલ્હી તા. ૨૮: સંસદ ગૃહમાં રાહુલની જેમ બંધારણની નકલ હાથમાં રાખી પ્રિયંકાએ સાંસદ પદના શપથ લીધા છે. તેઓ વાયનાડથી ચૂંટાયા છે.

કોંંગ્રેસના ઉમેદવાર પ્રિયંકા ગાંધી વાડ્રાએ પોલિટિકસમાં શાનદાર દેખાવ કર્યો છે. તેમણે વાયનાડ લોકસભા પેટાચૂંટણીમાં મોટી જીત હાંસલ કરી છે. રાહુલ ગાંધીએ વાયનાડ બેઠક છોડયા પછી પ્રિયંકા ગાંધી વાયનાડથી ચૂંટણી લડ્યા હતા. તેમની પ્રથમ ચૂંટણીમાં પ્રિયંકા ગાંધીએ ચાર લાખથી વધુ મતોથી જંગી જીત મેળવી હતી. વાયનાડથી લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીની જીતના માર્જિન કરતાં તેમની જીતનું માર્જિન ઘણું વધારે છે.

જો કે હવે તેમણે સાંસદ પદના શપથ લઈ લીધા છે અને આજે તેઓ સંસદમાં પહોંચ્યા હતા જ્યાં તેમણે રાહુલ ગાંધીની જેમ બંધારણની નકલ હાથમાં રાખીને સાંસદ પદના શપથ લીધા હતા. આ સાથે હવે દેશની સંસદનમાં ગાંધી પરિવારના ત્રણ સભ્યો પહેલીવાર એકસાથે જોવા મળશે.

બીજી બાજુ તેમના શપથ પછી હોબાળો યથાવત રહેતા લોકસભાની કાર્યવાહી ૧૨ વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.

લગભગ સાડા ત્રણ દાયકાનો રાજકીય અનુભવ ધરાવતી પ્રિયંકાએ પ્રથમ વખત ચૂંટણીના રાજકારણમાં પ્રવેશ કર્યો અને વાયનાડથી પેટાચૂંટણી લડી. વાયનાડમાં પ્રિયંકાએ સીપીઆઈ (એમ)ના સત્યન મોકેરીને ચાર લાખથી વધુ મતોથી હરાવ્યા.

પ્રિયંકા ગાંધીનો જન્મ ૧૨ જાન્યુઆરી, ૧૯૭૨ના રોજ દિલ્હીમાં થયો હતો. તેમનું શાળાકીય શિક્ષણ વેલ્હામ ગર્લ્સ સ્કૂલ, દેહરાદૂનથી શરૂ થયું હતું. પરંતુ ૧૯૮૪માં ઈન્દિરા ગાંધીના અવસાન પછી, તેમણે સુરક્ષાના કારણોસર તેમનો અભ્યાસ અધવચ્ચે જ છોડી દેવો પડયો હતો અને ૧૯૮૯માં કોન્વેન્ટ ઓફ જીસસ એન્ડ મેરી સ્કૂલ, દિલ્હીમાંથી સ્કૂલિંગ પૂરૃં કર્યું હતું. પ્રિયંકાએ ૧૯૯૩માં દિલ્હી યુનિવર્સિટીમાંથી મનોવિજ્ઞાનમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. ૨૦૧૦માં, તેમણે યુકેની યુનિવર્સિટી ઓફ સન્ડરલેન્ડમાંથી બૌદ્ધ અધ્યયનમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા કર્યું હતું.

૧૯૯૭માં પ્રિયંકા ગાંધીએ દિલ્હીના બિઝનેસમેન રોબર્ટ વાડ્રા સાથે ૧૨ વર્ષની મિત્રતા બાદ લગ્ન કરી લીધા હતાં. પ્રિયંકા ગાંધીને બે બાળકો છે જેનું નામ રેહાન વાડ્રા અને મિરાયા વાડ્રા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh