Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોલના હરીપર પાસે બે મોટર ટકરાઈ પડતા સુરતના ત્રણ વ્યક્તિને થઈ ઈજા

અકસ્માત સર્જનાર મોટરચાલક સામે કરાઈ ફરિયાદઃ

જામનગર તા. ર૮: ધ્રોલથી ટંકારા વચ્ચેના રોડ પર આવેલા હરીપર ગામ નજીક ગયા ગુરૂવારે સાંજે સુરતના પરિવારની મોટર સાથે રાજકોટ પાસીંગની એક મોટર ટકરાઈ પડી હતી. જેમાં બે મહિલા સહિત ત્રણ વ્યક્તિને ઈજા થઈ છે. એક મોટરના ચાલક સામે પોલીસે ગુન્હો નોંધ્યો છે.

જામનગર-રાજકોટ માર્ગ પર આવેલા ધ્રોલથી ટંકારા તરફ જવાના લતીપરવાળા રોડ પર હરીપર ગામ પાસે સુરત શહેરમાં યોગી ચોકમાં સાવલીયા સર્કલ નજીક વસવાટ કરતા કિશનભાઈ ગોપાલભાઈ વિરાણી નામના આસામી પોતાના પરિવારજનો સાથે જીજે-પ-આરયુ ૮૦૦૦ નંબરની વર્ના મોટરમાં ગયા ગુરૂવારે સાંજે જતા હતા.

તેઓ જ્યારે એક મંદિર નજીક પહોંચ્યા ત્યારે સામેથી જીજે-૩-એનપી ૧૩૪૨ નંબર ની અર્ટીગા મોટર પુરપાટ ઝડપે ધસી આવી હતી. તેના ચાલકે અચાનક જ રોંગ સાઈડમાં ધસી આવી કિશનભાઈની મોટર સાથે અકસ્માત સર્જયો હતો.

તેઓની મોટરની ડાબી સાઈડમાં ઠોકર વાગતા મોટર રોડ ઉતરી ગઈ હતી. આ અકસ્માતમાં કિશનભાઈના માતાને કમરના ભાગે તેમજ પિતાને અને બહેનને ઈજા થઈ છે. ૧૩૪૨ નંબરની મોટરના ચાલક સામે ધ્રોલ પોલીસમાં ફરિયાદ કરાઈ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh