Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખાડાનગરની કઠણાઈ...!
જામનગર તા. ૨૭: જામનગર તા. ૨૭: જામનગર મહાનગર પાલિકાના કામો કરવામાં યોગ્ય સંકલનના અભાવના કારણે પ્રજાના નાણાંનો ધૂમાડો થઈ રહ્યો છે. અને સાથે સાથે પ્રજાની પરેશાનીમાં પણ વધારો થઈ રહ્યો છે.
જામનગરમાં નવા નકોર બનેલા માર્ગો કે પેચવર્ક કરેલા શેરી- ગામના રસ્તાઓ ઉપર તરત જ નવેસરથી કોઈને કોઈ કારણોસર ખોદકામ શરૂ થઈ જાય છે. તો રસ્તા બનાવતા પહેલાં પાણીની પાઈપ લાઈન હોય ગેસની પાઈપ લાઈન હોય કે કોઈ કેબલ બિછાવવાની કામગીરી શા માટે પુરી કરી લેવાની દરકાર કરવામાં આવતી નથી ? આ બાબતનું પુનરાવર્તન જાણી જોઈને અને બેફામ નાણાં ખર્ચ કરવા અને તેમાંથી મોટાપાયે પ્રસાદનો લાભ લેવા માટે થઈ રહયું છે. ખાડા ખોદાયા પછી તેમાં લાઈનો બીછાવવાના કામમાં વિલંબ કરવામાં આવે, લાઈનો નંખાઈ ગયા પછી ખાડા આડેધડ પુરી દેવામાં આવે.. અને અધકચરા પુરાયેલા ખાડા 'યુ' આકારના થઈ જાય ત્યાં સુધી મનપાનું તંત્ર જવાબદાર એજન્સી- કોન્ટ્રાકટર સામે કોઈ પગલાં લેતું નથી.. ઉલ્ટાનું મનપા આ ખાડા પુરવા- ચેમવર્ક કરવાના કામો પાછળ ખર્ચા કરે તે વધારામાં આવી પરિસ્થિતિના કારણે જામનગર હંમેશા ખાડાખોદાકામનું નગર બની ગયું છે.
આવા અધકચરા કામો ખાડાના કારણે ગુલાબનગર રોડ પર એક એસટીની બસ ખાડામાં ફસાઈ ગઈ અને સતત વ્યસ્ત રહેતા માર્ગમાં પાણીની પાઈપલાઈન નાખવાના ખોદકામના કારણે ટ્રાફીક જામ થઈ ગયો... રસ્તાની બન્ને બાજુ વાહનોની લાઈનો લાગી ગઈ... અધુરામાં પુરૃં એક એમ્બ્યુલન્સ પણ વાહનો વચ્ચે સલવાઈ ગઈ હતી.
પટેલ કોલોની વિસ્તાર હોય કે રજીતનગર હોય, એસ.ટી. રોડ હોય કે રણજીત રોડ હોય... શહેરમાં મુખ્ય માર્ગો- વિસ્તારોમાં તેમજ શેરી-ગલીઓમાં રસ્તાઓ બનાવો- રસ્તાઓ તોડોની જાણે ઝુંબેશ ચાલી રહી હોય તેવી સ્થિતિ કાયમ માટે જામનગરમાં જોવા મળે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial