Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાંસદ પરિમલભાઈ નથવાણીએ રિલિઝ કરેલું
અમદાવાદ તા. ૧રઃ રાજ્યના સાંસદ પરિમલ નથવાણીએ વર્લ્ડ લાયન ડે ના દિવસે ગીરની સિંહણ પર સૌપ્રથમ વીડિયો ગીત રિલિઝ કરી વડાપ્રધાનને સમર્પિત કર્યું હતું.
વન્યજીવ પ્રેમી અને સંરક્ષક, રાજ્યકક્ષાના સાંસદ તેમજ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડાયરેકટર-કોર્પોરેટર અફેર્સ પરિમલ નથવાણીએ વિશ્વ સિંહ દિવસ ર૦ર૪ ના અવસરે ગીર ગજવતી આવી સિંહણ શીર્ષક ધરાવતું એક અનોખું ઓડિયો વીડિયો ગીત રિલિઝ કર્યું છે. આ ગીત તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સમર્પિત કર્યું છે.
લોકસંગીત શૈલીમાં લેખન અને સંગીતબદ્ધ કરાયેલા આ ગીતમાં ગીરની ગૌવવંતી સિંહણ, તેની લાક્ષણિકતાઓ તથા અનેરી આભાની વાત કરાઈ છે. આ ગીતમાં સૌરાષ્ટ્રના ગીરની લોકસંસ્કૃતિની અભિવ્યક્તિની સાથે-સાથે છંદો અને અલંકારયુકત પ્રાદેશિક સાંસ્કૃતિક વારસાની છાંટ જોવા મળે છે. તેની શરૂઆત દુહા વડે થાય છે અને સમપાન ચારચરી (ઝડપી સ્વરમાં ગવાતી ચોપાઈ)થી થાય છે.
આદિત્ય ગઢવીએ આ ગીતને પોતાનો મખમલી કંઠ આપ્યો છે, જ્યારે કેદાર અને ભાર્ગવે આપેલા સંગીતમાં પરંપરા અને ફયુઝનનું અનોખું મિશ્રણ કરવામાં આવ્યું છે, તેમજ આ ગીતના શબ્દો પ્રસિદ્ધ અને યુવા ગીતકાર પાર્થ તાપરાના છે.
'ગીર ગજવતી આવી સિંહણ એ ફકત ગીત નથી, પરંતુ ગીરની ગૌરવવંતી સિંહણની પ્રશસ્તિ અને આપણી સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહરની ઉજવણી છે. રાજવી ઠાઠ ધરાવતા ગીરના એશિયાટીક સિંહો વિશે તો અત્યાર સુધીમાં ઘણાં ગીતો લખાઈ ચૂક્યા છે, પરંતુ ગીરની એટલી જ ગૌરવવંતી સિંહણ પર કદાચ ઓડિયો વિઝયુઅલ રજૂઆત કરવામાં આવી નથી. એશિયાટિક સિંહોના એકમાત્ર નિવાસ એવા ગીરમાં સિંહોના સંવર્ધન માટે અથાગ પ્રયત્નો કરનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ ગીત સમર્પિત કરતા હું અત્યંત ગૌરવ અનુભવી રહ્યો છું. ભારતમાં એશિયાટીક સિંહોની વસતિ ર૦૧પમાં પર૩ હતી જેમાં ઐતિહાસિક વૃદ્ધિ નોંધાતા તેનો આંક ર૦ર૧ માં વધીને ૬૭૪ થઈ ગયો હતો. એમ પરિમલભાઈ નથવાણીએ જણાવ્યું હતું.
નથવાણીએ સિંહ અંગે બે કોફી ટેબલ બૂક લખી છે અને ગીર અંગેના અસંખ્ય વૈવિધ્યસભર વીડિયો તથા ફોટોગ્રાફસ રજૂ કર્યા છે. તાજેતરમાં જ તેમણે કોલ ઓફ ધ ગીર પુસ્તક રજુ કર્યું છે, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના દૂરદેશીપૂર્ણ પ્રોજેકટ લાયન માટે અર્પણ કર્યું છે. આ પુસ્તકમાં વડાપ્રધાનનો સંદેશ પણ છે. અગાઉ, ર૦૧૭ માં પરિમલભાઈ નથવાણીએ ગીર લાયન, પ્રાઈડ ઓફ ગુજરાતનું આલેખન કર્યું હતું. જેમાં ગીરના સિંહોના અદ્દભુત ફોટોગ્રાફક રજૂ કરવાની સાથે સાથે તેમના સંવર્ધનની તાતી જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ મોહક સિંહણ ગીત ગીર તેમજ એશિયાટિક લાયન્સ તરફના તેમનો ઊંડા અને પ્રતિબદ્ધતા દર્શાવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial