Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના સ્થાપના દિન નિમિત્તે ખાંભી પૂજન તથા પૂર્વ રાજવીઓની પ્રતિમાઓને પુષ્પહાર

મહાનગરપાલિકા અને રાજપૂત સમાજ દ્વારા યોજાયેલા કાર્યક્રમોમાં લોકોની બહોળી હાજરીઃ મહાનુભાવો ઉપસ્થિત

જામનગરના ૪૮પ મા સ્થાપના દિન નિમિત્તે ગઈકાલે રવિવારે જામનગર મહાનગરપાલિકા અને રાજપૂત સમાજ દ્વારા ખાંભી પૂજન અને પૂર્વ રાજવીઓની પ્રતિમાને ફૂલહારનો કાર્યક્રમ કરી ઉજવણી કરવામાં આવી હતી.  આશરે ૪૮પ વર્ષ પહેલા શ્રાવણ સુદ સાતમના દિવસે જામ રાવલએ જામનગરમાં ખાંભી સ્થાપીને નગરની સ્થાપના કરી હતી જે તે વખતે નગરમાં થાંભલી રોંપવામાં આવી હતી જે આજે પણ દરબારગઢ માર્ગે એક દુકાનમાં હૈયાત છે. ગઈકાલે મેયર વિનોદ ખીમસુર્યા, ધારાસભ્યો દિવ્યેશ અકબરી અને રિવાબા જાડેજા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે. કમિટીના ચેરમેન નિલેષ કગથરા, શાસક પક્ષના નેતા આશિષ જોષી, દંડક કેતન નાખવા, ડીએમસી દેવેન્દ્રસિંહ ઝાલા સહિતનાઓ પદાધિકારીઓ જોડાયા હતાં અને તેમણે ખાંભી પૂજન કર્યા પછી પૂર્વ રાજવીઓની અને સરસેનાપતિની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યા હતાં. આ ઉપરાંત રાજપૂત સમાજ દ્વારા પણ ખાંભી પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યના પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, ધારાસભ્ય રિવાબા જાડેજા સહિતના રાજપૂત સમાજના લોકો વિશાળ સંખ્યામાં જોડાયા હતા અને ખાંભીનું વિધિપૂર્વક પૂજન કરી પૂર્વ રાજ્વીઓને  યાદ કર્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh