Advertisement
Author: નોબત સમાચાર

હિંડનબર્ગ રિસર્ચના નવા ધડાકા પછી અદાણી ગ્રુપના શેર તૂટતા રોકાણકારોને રૂ. પ૩ હજાર કરોડનો ધૂંબો

સવારમાં જ શેરબજાર ધડામ... પ્રારંભે જ સેન્સેક્સ ૪૩૦, નિફ્ટી ૧૪૮ પોઈન્ટ તૂટ્યો હતોઃ

મુંબઈ તા. ૧રઃ શેરબજારમાં હિંડનબર્ગ રિસર્ચના ધડાકાની માઠી અસર થતા સેન્સેક્સ-નિફ્ટી તૂટ્યા છે, અને અદાણી ગ્રુપના શેર્સમાં કડાકો થતા રોકાણકારોના પ્રરંભે જ પ૩ હજાર કરોડ રૂપિયા ધોવાયા છે.

હિંડનબર્ગ રિસર્ચ ફર્મ દ્વારા સેબી અને અદાણી ગ્રુપ વચ્ચે લિંકના અહેવાલો આવ્યા પછી આજે ભારતીય શેરબજાર પર સૌની નજર હતી, ત્યારે આ રિપોર્ટની શરૂઆતમાં શેરબજાર પર માઠી અસર દેખાઈ છે.

સેન્સેક્સની વાત કરીએ તો ટ્રેડિંગની શરૂઆતમાં તેમાં ૩૭પ પોઈન્ટનો સામાન્ય કડાકો જ બોલાયો હતો, જ્યારે નિફ્ટીમાં પણ નજીવા ૭૦ પોઈન્ટનો કડાકો દેખાયો હતો.

જો કે હિંડનબર્ગના રિપોર્ટની અસર અદાણી ગ્રુપના સ્ટોક્સ પર જોવા મળી હતી અને અદાણી એન્ટરપ્રાઈઝના સ્ટોક્સમાં પ ટકાનો એકસાથે કડાકો બોલાઈ ગયો હતો.

સવારે પ્રારંભિક કલાકો દરમિયાન અદાણી પાવર શેર ૩.૬પ ટકાના કડાકા સાથે રૂ.  ૬૭૦ પર ટ્રેડ કરી રહ્યો હતો. અદાણી ટોટલ ગેસ લિમિટેડનો શેર ૪.૮૧ ટકા ઘટીને રૂ.  ૮ર૮ પર ટ્રેડ થઈ રહ્યો હતો. તે ઉપરાંત અદાણી વિલ્મરનો શેર ર.પ ટકા ઘટીને રૂ.  ૩૭પ.૩૦ ના સ્તરે અને અદાણી ગ્રીન એનર્જી લિમિટેડનો સ્ટોક ર.૯૬ ટકા ઘટીને રૂ.  ૧,૭ર૮.૦પ પર ટ્રેડ કરી રહ્યો હતો.

એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે અદાણી ગ્રુપના શેરોમાં હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટની અસર પહેલા જેવી દેખાઈ રહી નથી. ર૪ મી જાન્યુઆરી ર૦ર૩ ના રિપોર્ટ જાહેર કરાયા પછી દેખાઈ હતી. તેનાથી ક્યાંક ને ક્યાંક એ વાત સ્પષ્ટ દેખાઈ રહી છે કે આ વખતે અમેરિકન શોર્ટ સેલરનો સેબી ચીફ અંગેનો રિપોર્ટ વધારે અસરદાર સાબિત થયો નથી. રોકાણકારોના સેન્ટીમેન્ટ પર અસર થઈ હોવાનું પણ માની શકાય. નિષ્ણાતોના મતે આ આરોપ પહેલા જેવા જ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

તાજા અહેવાલો મુજબ હિંડનબર્ગ રિસર્ચ દ્વારા અદાણી એપિસોડમાં સેબીના વડા પર સીધો આરોપ મૂક્યા પછી સોમવારે સ્થાનિક શેરબજારમાં ઘટાડા સાથે ટ્રેડિંગ શરૂ થયું હતું. આ સમયગાળા દરમિયાન મુખ્ય ભારતીય બેન્ચમાર્કમાં ઘટાડા સાથે વેપાર જોવા મળ્યો હતો, જ્યારે અદાણી ગ્રુપના શેરમાં ૭ ટકાનો ઘટાડો થયો હતો. અદાણીના શેર્સ તૂટતા રોકાણકારોને રૂ.  પ૩,૦૦૦ કરોડનો ધુંબો લાગ્યો છે. અદાણી ગ્રુપના ૧૦ શેર્સની વેલ્યુ ઘટીને ૧૬.૭ લાખ કરોડ થઈ છે. સવારે ૧૦-૧૮ વાગ્યે સેન્સેક્સ ૪૩૦ પોઈન્ટ ઘટીને ૭૯,ર૭પ પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. બીજી તરફ નિફ્ટી ૧૪૮ પોઈન્ટ ઘટાડા સાથે ર૪,ર૧૮ ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. ઉલ્લેખનિય છે કે, યુએસ શોર્ટસેલર હિંડનબર્ગ રિસર્ચે સેબીના વડા માધાબી પુરી બુચ અને તેમના પતિ ધવલ બુચ પર અદાણી ગ્રુપના શેરને વધારવા માટે ઉપયોગમાં લેવાતા ઓફશોર ડંડ્સમાં રોકાણ કરવાનો આરોપ મૂક્યો છે, જો કે બુચ દંપતીએ આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે નિયમો અનુસાર રોકાણની તમામ માહિતી જાહેર કરવામાં આવી છે.

અદાણી ગ્રુપને ગત વખતે કોર્નર કર્યા પછી આ વખતે હિંડનબર્ગે સીધું જ માર્કેટ રેગ્યુલેટર સેબીને ઘેર્યું છે. હિંડનબર્ગમાં વળતો પ્રહાર કરતી વખતે માધાબી બુચે કહ્યું કે ભારતમાં વિવિધ નિયમનકારી ઉલ્લંઘનો માટે હિંડબર્ગને કારણ બતાવો નોટીસ મોકલવામાં આવી છે, પરંતુ તેનો જવાબ આપવાને બદલે કંપનીએ સેબીની વિશ્વસનિયતા પર હુમલો કર્યો છે. સેબીએ પણ એક નિવેદન જારી કરીને આરોપોને ફગાવી દીધા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh