Advertisement
Author: નોબત સમાચાર

શ્રાવણના બીજા સોમવારે છોટીકાશીના શિવાલયોમાં ભક્તોની ભીડઃ હર હર મહાદેવનો ગૂંજ્યો નાદ્

શિવમંદિર સાથે સેલ્ફી લેવાનો ક્રેઝઃ બિલ્વપત્ર, જલાભિષેક, રૂદ્રાભિષેક સાથે શિવપૂજનઃ ભવય દર્શનઃ બંદોબસ્ત ગોઠવાયો

છોટીકાશીમાં પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે પણ શહેરના અનેક શિવાલયોમાં ભાવિકો ભગવાન શિવજીના દર્શનાર્થે ઉમટ્યા છે. 'હર હર મહાદેવ'નો નાદ્ ગૂંજી રહ્યો છે.

'છોટીકાશી'ના ઉપનામથી પ્રચલિત અને નાના મોટા અનેક શિવાલયની નગરી એવા (નવાનગર) જામનગર શહેરમાં શ્રાવણ માસના બીજા સોમવારે સવારે ભગવાન શિવજીની ભક્તિનો મહિમા અપરંપાર જોવા મળ્યો હતો, અને પ્રત્યેક શિવાલયોમાં શિવ ભક્તોના ઘોડાપૂર જોવા મળ્યા હતાં, જેઓના મૂખેથી 'હર હર મહાદેવ'નો નાદ્ ગૂંજ્યો હતો. જામનગર શહેરમાં આજે શ્રાવણ માસના બીજા સોમવારે વહેલી સવારથી જ શિવ ભક્તોએ બિલિપત્ર ઉપરાંત અભિષેક અને જલાભિષેકની પૂજા અર્ચના કરી ભોળાનાથને રિઝવવા પ્રાર્થના કરી હતી. જામનગર શહેરના પુરાણપ્રસિદ્ધ સિદ્ધનાથ મહાદેવ મંદિર, નગરની મધ્યમાં આવેલા સુપ્રસિદ્ધ ભીડભંજન મહાદેવ મંદિર, જેના ચારેય દ્વારેથી દર્શન કરી શકાય તેવા કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, નાગેશ્વર મહાદેવ મંદિર, નીલકંઠ મહાદેવ મંદિર, વૈજનાથ મહાદેવ મંદિર, પ્રતાપેશ્વર મહાદેવ મંદિર, નર્મદેશ્વર મહાદેવ મંદિર ઉપરાંત શહેરના અન્ય વિસ્તારોમાં આવેલા જળેશ્વર મહાદેવ મંદિર, સુખનાથ મહાદેવ મંદિર, મણિકંકેશ્વર મહાદેવ મંદિર સહિતના શિવાલયોમાં વહેલી સવારથી જ શિવ ભક્તોએ દર્શન માટે કતાર લગાવી હતી, અને રૂદ્રાભિષેક-જલાભિષેક સહિતની પૂજા-અર્ચના કરી હતી, તેમ જ ભગવાન શિવજીના પ્રિય એવા બિલ્વપત્રને માથે ચડાવી દર્શનનો લ્હાવો લીધો હતો.

જામનગરના પ્રત્યેક શિવાલયમાં પ્રતિદિન સાંજે નિતનવા દર્શનની ઝાંખી જોવા મળી રહી છે, અને નગરના મોટાભાગના શિવાલયોને ઝળહળતી રોશનીથી સજ્જ બનાવી દેવાયા છે, જેનો અનન્ય નજારો નિહાળીને શિવભક્તો ભાવવિભોર થયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh