Advertisement
Author: નોબત સમાચાર

ખીરીના પાટિયા પાસે મોટરના મહિલા ચાલકે સર્જયો અકસ્માતઃ એકનું મૃત્યુ

અન્ય બે અકસ્માતમાં ત્રણ વ્યક્તિને થઈ ઈજાઃ

જામનગર તા. ૧૨: જામનગર-જોડિયા ધોરીમાર્ગ પર ખીરી ગામ પાસે શુક્રવારે રાત્રે એક મહિલાએ પોતાની મોટર વડે અકસ્માત સર્જયો હતો. આગળ ચાલ્યા જતાં એક પરપ્રાંતિય પર તે મોટર ફરી વળતા પરપ્રાંતિયનું મૃત્યુ નિપજ્યું હતું. ઝાખર ગામના પાટિયા પાસે બાઈક-ઈકોના અકસ્માતમાં બે યુવાનને ઈજા થઈ હતી. જ્યારે હાપાના સાંઢીયા પુલ પાસે બાઈકને મોટરે ઠોકર મારી અકસ્માત સર્જયો હતો.

ઝારખંડ રાજ્યના ધનબાદ જિલ્લાના ડુમરીયા ગામના મગનભાઈ મહંતો નામના ૪૬ વર્ષના યુવાન શુક્રવારે રાત્રે આઠેક વાગ્યે જામનગર જોડીયા ધોરીમાર્ગ પર આવેલા ખીરી ગામ નજીકની મોગલ કૃપા માલધારી હોટલ પાસેથી ચાલીને જતા હતા ત્યારે પૂરપાટ ઝડપે ધસી આવેલી જીજે-૧૦-ડીએ ૮૦૩૫ નંબરની આઈ-૨૦ મોટરના ચાલકે તેઓને ઠોકર મારી દીધી હતી. ગંભીર ઈજા પામેલા મદનભાઈનું મૃત્યુ નિપજ્યું છે. તેમના સંબંધી નિર્મલ મન્ટુભાઇ હાસડાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે મોટરના ચાલક જયશ્રીબેન પટેલ સામે ગુન્હો નોંધ્યો છે.

જામનગરના સુભાષ શાક માર્કેટ વિસ્તારમાં આવેલા ગિરધારી મંદિર પાસે ધનબાઈના ડેલામાં રહેતા કેવલભાઈ રમણીકભાઈ મહેતા નામના ભોઈ યુવાન ગઈ તા.૨૬ની બપોરે હાપા નજીકના સાંઢીયા પુલ પરથી પોતાના જીજે-૧૦-સીબી ૩૩૪૨ નંબરના બાઈકમાં જતા હતા ત્યારે ડીડી-૩-કે ૬૬૯ નંબરની એક મોટર પુરઝડપે ધસી આવી હતી. તેના ચાલકે બેદરકારીથી ડ્રાઇવિંગ કરી આગળ જતા કેવલભાઈને હડફેટે લેતા ગંભીર ઈજા પામેલા આ યુવાનને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. તેઓએ શનિવારે પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા મેઘપર ગામમાં રહેતા પ્રભાતસિંહ કેશરજી કેશુરાણા નામના પ્રૌઢના પુત્ર છત્રપાલ પોતાના મિત્ર દેવાંગને ઝાખર ગામના પાટિયા પાસે મૂકવા જવા માટે ગયા મંગળવારે બપોરે જીજે-૧૦-સીઆર ૩૫૮૮ નંબરનું બાઈક લઈને નીકળ્યો હતો. આ બંને યુવાનો જ્યારે ઝાખર ગામના પાટિયા પાસે પહોંચ્યા ત્યારે જીજે-૩૭-બી ૭૩૦૬ નંબરની ઇકો મોટર ધસી આવી હતી. તેના ચાલકે અચાનક જ પોતાની મોટર વાળી લેતા પાછળ મોટરસાયકલ પર આવી રહેલા છત્રપાલ તથા દેવાંગ તેની સાથે અથડાઈને રોડ પર પછડાયા હતા. જેમાં બંને યુવાનોને ઈજા થઈ હતી. પ્રભાતસિંહે મેઘપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh