Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લોકોના વાહનો ફસાયાઃ અવરજવર મુશ્કેલ
નવી દિલ્હી તા. ૧રઃ ગઈકાલે રાજધાની દિલ્હીમાં વરસાદના કારણે ઠેર-ઠેર જલભરાવના દૃશ્યો સર્જાયા હતાં, અને અવરજવર મુશ્કેલી બની ગઈ હતી.
ગઈકાલે રાજધાની દિલ્હીમાં વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં. મુખ્ય માર્ગો અને રહેણાક વિસ્તારોમાં પાણી જમા થતા લોકો પરેશાન બન્યા હતાં. રવિવાર રજાનો દિવસ હોવાથી ટ્રાફિક જામ ન હતો, પરંતુ વાહનોની ઝડપ ચોક્કસપણે ધીમી પડી હતી. ગોયલા ડેરી વિસ્તારમાં રસ્તો બિસ્માર હોવાથી લોકો પરેશાન થયા હતાં. લોકોના વાહનો તેમાં ફસાઈ ગયા હતાં. સ્થાનિક લોકોએ મદદ કરી વાહનોને બહાર કાઢ્યા હતાં.
મધ્ય દિલ્હી ઉપરાંત જુની દિલ્હીના બલ્લીમારન, દિલ્હી ગેઈટ, દરિયાગંજ, જામા મસ્જિદ, સદર બજાર, મતિયામહલ જેવા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ જવાથી લોકો પરેશાન થયા હતાં. મુખ્ય માર્ગો પર બહુ પાણી નહોતું, પરંતુ રહેણાક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે લોકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કવરો પડ્યો હતો. પૂર્વ દિલ્હીમાં તૂટક તૂટક વરસાદને કારણે યુમાનાના મુખ્ય રસ્તાઓ અને શેરીઓમાં પાણી ભરાઈ ગયા હતાં.
પાંડવનગર અંડરપાસ, મંડાવલી, એન-એચ-૯ નો સર્વિસ રોડ, ઝિલમિલ અંડરપાસ, મયુર વિહાર ફેઝ-૩ સહિતના વિસ્તારોમાં રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા હતાં.
સાબોલી, મંડોલી, સભાપુર, શ્રીરામ કોલોનીની શેરીઓમાં પણ પાણી ભરાઈ ગયા હતાં. રવિવાર હોવાથી રસ્તાઓ પર જામ જેવી સ્થિતિ જોવા મળી ન હતી. પટપરગંજ રોડ પર ગણેશનગર પાસે બે ફૂટ સુધી પાણી ભરાવાને કારણે લોકોને પસાર થવું મેશ્કેલી બન્યું હતું. તાજેતરમાં આ રોડ પર વોટર બોર્ડના કામને કારણ કાદવના કારણે રસ્તો લપસણો બની ગયો હતો.
વરસાદને કારણે ઘણાં લોકોના વીકએન્ડ આઉટીંગ પ્લાન પણ કેન્સલ કરવામાં આવ્યા હતાં. બહારી દિલ્હીના ઘણાં ભાગોમાં રવિવારે સવારથી સાંજ સુધીના વરસાદ પછી મુખ્ય માર્ગોથી લઈને કોલોનીઓના રસ્તાઓ સુધી બધું જ પાણીથી ભરાઈ ગયું હતું. પાણી ભરાવાને કારણે માર્ગો પર વાહનોની અવજરવર જોવા મળી હતી.
રોહિણી સેક્ટર-ર૦ ની સર્વોદય બાલ વિદ્યાલય શાળાની બાજુમાં આવેલા રોડ પર ઘૂંટણ સુધી પાણી ભરાઈ જતા લોકોને બહાર નીકળવું મુશ્કેલ બન્યું હતું. આખો દિવસ લોકો આ રોડથી દૂર રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial