Advertisement
Author: નોબત સમાચાર

સરદાર સરોવર ડેમ ૯૦%: રાજ્યના ૪૯ જળાશયો છલોછલ

નર્મદાના નિચાણવાળા વિસ્તારો એલર્ટઃ જંગી જળસંગ્રહ

અમદાવાદ તા. ૧રઃ ગુજરાતની જીવાદોર સમાન સરદાર સરોવર ડેમ ૯૦ ટકા ભરાયો છે, તેથી નિચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. રાજ્યના ૪૯ જળાશયો છલોછલ ભરાયા છે, જ્યારે અન્ય જળાશયોમાં પણ વિપુલ જળસંગ્રહ થયો છે.

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થતા નિચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. હાલ સરદાર સરોવર ડેમમાં ૩,૦૦,૪૦૦ એમ.સી. એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૮૯.૭ર ટકા જળસંગ્રહ નોંધાયો છે.

રાજ્યના અન્ય ર૦૬ જળાશયોમાં ૩,૪૬,૮પ૭ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૬૧.૯ર ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે. ગુજરાતમાં વરસી રહેલા વરસાદના પરિણામે ૪૯ જળાશયો સંપૂર્ણ ભરાયા છે, જ્યારે ૧૩ જળાશયો ૯૦ થી ૧૦૦ ટકા ભરાતા તે હાઈ એલર્ટ જાહેર કરાયા છે. સરદાર સરોવર સહિત રાજ્યના ૪૦ ડેમ ૭૦ થી ૧૦૦ ટકા ભરાતા એલર્ટ અપાયું છે. ર૦ ડેમ પ૦ થી ૭૦ ટકા ભરાતા વોર્નિંગ આપવામાં આવી છે, જ્યારે ૪૧ ડેમ રપ થી પ૦ ટકા ભરાયા છે.

આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૭પ.૩૭ ટકા, સૌરાષ્ટ્રના ૧૪૧ માં પ૩.૧૭ ટકા, કચ્છના ર૦ જળાશયોમાં પ૧.૪૮ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ મા પ૦.૪૮ ટકા અને ઉત્તર ગુજરાતના ૧પ જળાશયોમાં ર૯.૬પ ટકા પાણીનો સંગ્રહ થયો છે.

સરદાર સરોવર ડેમની વધતી સપાટીને ધ્યાનમાં રાખીને નર્મદા નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. આ દરમિયાન નર્મદા નીરમાં પાણી છોડવામાં આવતા શિનોર, ડભોઈ અને કરજણ તાલુકાના રપ ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે.

આ ગામડાઓના તલાટી અને તાલુકાના પ્રાંત અધિકારી નિચાણવાળા વિસ્તારોમાં કોઈ પ્રકારની દુર્ઘટના ન બને તે માટે સાવચેતી રાખવાની સાથે યોગ્ય પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. આ સાથે રપ ગામડાના લોકોને નદીના પટમાં ન જવા અપીલ કરવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh