Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પીડિતા મૃતકના પરિવારે કેન્દ્રિય તપાસ એજન્સીને કેસ સોંપવા કરી માંગણીઃ
નવી દિલ્હી તા. ૧રઃ કોલકાતા લેડી ડોક્ટર પર બળાત્કાર પછી હત્યાના વિરોધમાં આજે દેશભરના રેસિડન્ટ ડોક્ટરોએ હડતાલ પાડી છે. ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા રેસિડન્ટ ડોક્ટર્સ એસોસિએશને આજે આખા દેશમાં હડતાલનું એલાન કર્યું છે.
પ. બંગાળમાં કોલકાતાની એક મેડિકલ કોલેજમાં જુનિયર લેડી ડોક્ટર પર બળાત્કાર પછી તેની કરપીણ હત્યાના કેસમાં આજે દેશભરના રેસિડન્ટ ડોક્ટરો હડતાલ પર ઉતરી જવાના છે. ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા રેસિડેન્ટ ડોક્ટર્સ એસો.ને આજે આખા દેશમાં હડતાલનું એલાન કર્યું છે. તમામ સરકારી હોસ્પિટલોના રેસિડન્ટ ડોક્ટરોને તેમાં જોડાવવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે.
આ લેડી ડોક્ટરની હત્યાના કેસમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે, પણ ડોક્ટરોએ માંગણી કરી છે કે આ હત્યા અને બળાત્કારના કેસમાં એક કરતા વધારે આરોપી હોઈ શકે છે.
ઉલ્લેખનિય છે કે, શુક્રવારે લેડી ડોક્ટરનો મૃતદેહ મેડિકલ કોલેજના સેમિનાર હોલમાંથી મળી આવ્યો હતો. પોસ્ટમોર્ટમમાં જાણવા મળ્યું છે કે હત્યા કરતા પહેલા તેનું જાતીય શોષણ કરવામાં આવ્યું હતું. આ કેસમાં મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ પણ આરોપીને ફાંસીની સજા કરવાની માંગણી કરી છે અને જણાવ્યું છે કે, પીડિતાનો પરિવાર આ કેસની તપાસ સેન્ટ્રલ એજન્સીને સોંપવા માગતો હોય તો એનો વિરોધ કરવામાં નહીં આવે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial