Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કંપની-કર્મચારીઓ વચ્ચેની મડાગાંઠ ઉકેલવામાં મહત્ત્વની ભૂમિકા અદા કરી
જામનગર તા. ૧રઃ જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજાના પ્રયાસોથી દિગ્જામ મિલના કર્મચારીઓના પ્રશ્ને સુખઃદ સમાધાન થયું છે. દિગ્જામ મિલના ૧૯૦ કર્મચારીઓની નિવૃત્તિ યોજનાની કંપની તથા કામદારો વચ્ચેની મડાગાંઠ ઉકેલાઈ છે હવે વુલનમીલ સંપૂર્ણપણે બંધ કરવાની જાહેરાત કરાઈ છે.
જામનગર દિગ્જામ વુલનમીલના ૧૯૦ જેટલા કર્મચારીઓ, કે જેઓના ગ્રેચ્યુઈટી તેમજ નિવૃત્તિ યોજના સહિતના જુદા જુદા પ્રશ્નોના મામલે જામનગરના ૭૮-ઉત્તર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજાના પ્રયાસો સાર્થક નીવડ્યા છે. અને કંપની તથા કર્મચારીઓ વચ્ચેની મડાગાંઠ ઉકેલાઈ છે અને બંને પક્ષે સુખઃદ સમાધાન સધાયુ છે. જેથી ધારાસભ્યએ તમામ કર્મચારીઓના મીઠાં મોઢા કરાવ્યા હતાં.
જામનગરની દિગ્જામ વુલનમીલ કે જે છેલ્લા કેટલાક વર્ષોથી બંધ પડેલી છે, અને તેના ૧૯૦ જેટલા કામદારો, કે જેઓના ગ્રેચ્યુઈટી-નિવૃત્તિ પેન્શન યોજના સહિતના મુદ્દાઓના પ્રશ્ને લડત ચલાવવામાં આવતી હતી, અને મામલો અદાલત સુધી પણ પહોંચ્યો હતો.
કંપનીના કામદારોના જુદા જુદા સંગઠનો અને મિલના મેનેજમેન્ટ વચ્ચે અનેક વખતની ચર્ચાઓ બાદ જામનગર-૭૮ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજાએ એકથી વધુ વખત કામદારોના હિતમાં નિર્ણય આવે, તે બાબતે પ્રયત્નો અને મિલ મેનેજમેન્ટ સાથે વાટાઘાટો કરી હતી, ઉપરાંત દિગ્જામ મિલના મેનેજમેન્ટ તથા અદાલતની કાર્યવાહી સાથેના સમાધાનના પ્રયાસોના અંતે આખરે શનિવારે આ મામલે સમાધાન થયું હતું, અને ૧૯૦ જેટલા કામદારોના તમામ પ્રશ્નો ઉકેલાઈ ગયા છે, અને કંપની દ્વારા આ તમામને સાત દિવસમાં પેમેન્ટના ચેક આપી દેવાશે તેવી ખાતરી અપાતા આખરે વુલન મિલના કામદારોની લડતનો અંત આવ્યો છે.
શનિવારે દિગ્જામ વુલનમિલના મેનેજમેન્ટ તથા કામદારો વગેરે એકત્ર થયા હતા, આ વેળાએ ધારાસભ્ય રિવાબા જાડેજાએ પણ ઉપસ્થિત રહી, સમગ્ર પ્રશ્નો ઉકેલાઈ ગયા હોવાથી કામદારોના મીઠા મોઢા કરાવ્યા હતાં, જેથી કામદાર વર્ગમાં પણ ખુશીની લહેર પ્રસરી હતી, ને મિલના મેનેજમેન્ટ તેમજ ધારાસભ્ય સહિતનો આભાર માન્યો હતો. મિલ મેનેજમેન્ટ દ્વારા પણ સત્તાવાર નોટીસ આપીને મિલની કામગીરી સંપૂર્ણપણે બંધ જાહેર કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial