Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શટર બંધ કરી દુકાનમાં પૂરી બે કર્મચારીને ફટકારાયાઃ
જામનગર તા. ૧૨: કાલાવડમાં ધોરાજી રોડ પર પાનની દુકાનમાં શનિવારે વીજ બીલની ઉઘરાણી માટે આવેલા બે વીજકર્મી પર ત્રણ શખ્સે હુમલો કરી માર મારતા પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે. ત્રણેય શખ્સે વીજકર્મીઓને દુકાનમાં પૂરી માર માર્યાની વિગતો બહાર આવતા ચકચાર જાગી છે.
કાલાવડના ધોરાજી રોડ પર આવેલી સ્વીટ પાન નામની એક દુકાનમાં મૂકવામાં આવેલા વીજ મીટર અંગે બિલ ચઢત થઈ જતા શનિવારે સાંજે વીજ કંપનીના કર્મચારી અને મૂળ ગિર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામના વતની બચુભાઈ ગોવિંદભાઈ સોલંકી તથા રાહુલગીરી નામના વીજકર્મી તે દુકાને વીજબિલના નાણાંની ઉઘરાણી માટે ગયા હતા.
આ વેળાએ ત્યાં ધસી આવેલા નવાઝ બાબી, હુસેન બાબી અને જુનેદ રાવ નામના ત્રણ શખ્સે ઝઘડો કર્યા પછી બચુભાઈ તથા રાહુલગીરીને દુકાનની અંદર લઈ જઈ શટર બંધ કર્યા પછી ગાળો ભાંડી ઢીકાપાટુથી માર માર્યો હતો અને નવાઝે ત્યાં પડેલી કાચની સોડા-બોટલ ઉઠાવીને રાહુલના માથામાં ઝીંકી દીધી હતી. આ શખ્સોએ બંને વીજકર્મીને માર મારી લોહી લુહાણ કરી નાખતા અને હવે બિલની ઉઘરાણી કરવા આવશો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપતા બચુભાઈએ કાલાવડ શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial