Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને એકાદ લાખ કરોડનું નુકસાનઃ
ખંભાળીયા તા. ૧રઃ દ્વારકા, પોરબંદર, જુનાગઢ સહિતના જિલ્લાઓમાં પહેલા ભારે વરસાદમાં તાકીદે ખેડૂતોને વળતર આપવા ગુજરાત કિસાન કોંગ્રેસ પ્રમુખ પાલ આંબલીયાએ માંગણી કરી છે.
તેમણે જણાવેલ કે વરસાદ રહી ગયાને વીસ દિવસ થવા આવ્યા પણ, હજુ ર૦/રપ ટકા જ સર્વે થયો છે !! જમીન ધોવાણ સર્વે અને પાક નુકસાન સર્વે અતિ ગોકળગાયની ગતિથી ચાલતું હોય વરસાદના વિરામના ર૦/રપ દિવસ પછી સર્વેનો અર્થ શો?
સરકારી સુત્રો કહે છે કે પાણી ભરાયેલા છે તેથી સર્વે થતો નથી. આનો મતલબ કે ર૦/રર દિવસથી હજુ પાણી ભારાયેલા હોય તે ખેતરમાં શું પાક રહે ? ત્યાં તો ૧૦૦ ટકા નુકસાન જ હોય!! શું ખેડૂતો સર્વે માટે ર૦/રર દિવસ બેસી રહે ? ગુજરાતમાં અતિ વૃષ્ટિને કારણે ખેડૂતો એકાદ કરોડનું નુકસાન ખેતરો, પાક, બિયારણોમાં થયું હોય તાકીદે ઓછામાં ઓછું દશ હજાર કરોડનું પેકેજ આપવા માંગણી કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial