Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહાનગરપાલિકાના હોદ્દેદારો-અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યાઃ
જામનગર ન્યુ સાધના કોલોની વિસ્તારમાં ગઈકાલે વધુ એક જર્જરિત ઈમારત તૂટી પડી હતી. સદ્નસીબે આ ઈમારત ખાલી હોવાથી કોઈ માનવ હાની થવા પામી ન હતી. આ સાથે જ બાજુમાં આવેલી અન્ય જર્જરિત ઈમારતો ખાલી કરી તેને તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
જામનગરના ન્યુ સાધના કોલોનીમાં ગઈકાલે રાત્રે એમ-૭ર નંબરના બ્લોકનો કેટલોક હિસ્સો તૂટી પડ્યો હતો, જો કે આ બિલ્ડીંગ જર્જરિત હોવાથી અગાઉથી જ ખાલી કરાવી દેવાયું હતું. એટલે કોઈ જાનહાની થવા પામી નહતી. આ બનાવની જાણ થતાં જ મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા, ફાયરબ્રિગેડ સ્ટાફ, પીજીવીસીએલની ટૂકડી, પોલીસ કાફલો વગેરે દોડી ગયા અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. બીજી તરફ મેયર વિનોદ ખીમસૂર્યા, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરા, સ્થાનિક કોર્પોરેટરો વગેરે પણ દોડી ગયા હતાં. પોલીસે પણ સમગ્ર વિભાગને કોર્ડન કરી લીધો હતો અને કોઈ માનવહાની ન પહોંચે તે હેતુથી ત્યાં લોકોની અવરજવર બંધ કરાવી હતી.
આ સાથે બ્લોક નંબર એમ-૭ર થી એમ-૭પ સુધીના ચાર બ્લોકના ૪૮ બ્લોક પણ જર્જરિત હોવાથી અગાઉ ખાલી કરાવાયા હતાં, જેને પણ તોડી પાડવાની કામગીરી આજે સવારથી મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે. આ સમયે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે.
ન્યુ સાધના કોલોનીમાં ઈમારત ધરાશાયી થવાનો ત્રીજો બનાવ બન્યો હતો. આથી ત્યાં થોડાક લોકો રહે છે. તેમાં ડરનો માહોલ જોવા મળ્યો છે. ગઈકાલે તો અમુક લોકોએ રાત ઉજાગરા કર્યા હતાં અને ભયના ઓથાર હેઠળ રાત પસાર કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial