Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મેનેજમેન્ટ, યુનિયનો, સ્થાનિક નેતાઓના પ્રયાસો અને ટિબ્યુનલના સહયોગથી
જામનગર તા. ૧રઃ જામનગરની દિગ્જામ મીલના મેનેજમેન્ટ અને કર્મચારીઓ-કામદારો વચ્ચે વિવિવધ મુદ્દે સુખદ સમાધાન થતાં કર્મચારીઓ-કામદારોમાં ખુશીની લહેર દોડી ગઈ છે.
કામદારોની નિવૃત્તિ યોજના બાબતે વાટાઘાટો ચાલતી હતી તે દરમિયાન ઈન્ડસ્ટ્રીયલ ટીબ્યુનલની દરમ્યાનગીરીથી તા. ૭-૮-ર૪ ના સુખદ સમાધાન થયેલ છે. આ સુખદ સમાધાન કંપનીના મેનેજમેન્ટ અને યુનિયનો વચ્ચે રાજીખુશીથી થતાં કામદારોમાં ખુશીની લહેર આવી છે.
આ સમાધાન કંપનીના મુંબઈ સ્થિત મેનેજમેન્ટની સીધી દેખરેખ હેઠળ કંપનીના પૂર્વ એક્ઝિકયુટિવ ડાયરેકટર અજયકુમાર અગ્રવાલના સીધા માર્ગદર્શન હેઠળ સ્થાનિક મેનેજમેન્ટ વતી કંપનીના વાઈસ પ્રેસિડેન્ટ વર્કસ આર.કે. તિવારી અને મેનેજર પી.એન્ડ એ. જયેશભાઈ મહેતા દ્વારા યુનિયનના પ્રતિનિધિઓ સાથે સતત વાટાઘાટો કરી હતી.
આ સમસ્યાઓના સમાધાન માટે યુનિયન તરફથી કામદાર મંડળ દિગ્જામના પ્રમુખ રાજેન્દ્રસિંહ સોઢા, દિગ્જામ વુલન મીલ મઝદૂર સંઘના પ્રમુખ પંકજભાઈ રાયચુરા, વુલન મીલ કામદાર સંઘના પ્રમુખ દશરથસિંહ સોઢા, કામદાર મંડળ દિગ્જામના કાનૂની સલાહકાર પંકજભાઈ જોષી સહિતના કંપનીના સ્થાનિક પ્રતિનિધિ દ્વારા કામદારો તરફે સતત વાટાઘાટો કરી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial