Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અકસ્માત સર્જી ટ્રકચાલક પલાયન થયોઃ
જામનગર તા. ૧૨: જામનગરના મોટી ખાવડી ગામથી આગળ એક હોટલ પાસે શનિવારે રાત્રે ચાલીને જતાં એક અજાણ્યા યુવાનને ટ્રકે ઠોકર મારતા ચગદાઈ જવાથી આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. મૃતકની ઓળખ આપવા પોલીસે અનુરોધ કર્યાે છે અને અકસ્માત સર્જી નાસી ગયેલા ટ્રકચાલક સામે ગુન્હો નોંધ્યો છે.
જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર મોટી ખાવડી ગામથી આગળ મિલેનિયમ હોટલ સામેથી ચાલીસેક વર્ષના એક યુવાન શનિવારે રાત્રે આઠેક વાગ્યે ચાલીને જતા હતા. ત્યારે જીજે-૧૧-વીવી ૭૩૩૭ નંબરનો એક ટ્રક પુરપાટ ઝડપે ધસી આવ્યો હતો.
તેની ઠોકરે ચઢી ગયેલા આ યુવાનનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ નિપજ્યું છે. અકસ્માત સર્જી ટ્રકચાલક નાસી ગયો છે. બનાવની જાણ થતાં મેઘપર પોલીસ સ્ટેશનનો કાફલો દોડી આવ્યો હતો. મોટી ખાવડીમાં હોટલ ચલાવતા જોગીદાન રાજુભાઈ હાજાણીએ પોલીસ સમક્ષ નિવેદન આપ્યું છે. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી મૃતકની ઓળખ મેળવવા તપાસ આરંભી છે. મૃતકના ડાબા હાથમાં અંગ્રેજી ભાષામાં અસ્પષ્ટ લખાણ ત્રોફાવેલુ છે. આ તસ્વીરવાળા મૃતક અંગે કોઈને જાણકારી હોય તો તેઓએ મેઘપરના પીઆઈ બી.બી. કોડીયાતર અથવા મોબાઈલ નં.૭૨૦૩૮ ૩૨૨૨૨નો સંપર્ક સાધવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial