Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચેકની રકમ ત્રણ મહિનામાં ચૂકવી આપવા હુકમઃ
જામનગર તા. ૧૨: જામનગરના એક આસામીએ એક મહિના માટે પોતાના મિત્ર પાસેથી રૂ. ૧૦ લાખ હાથઉછી ના લઈ ચેક આપ્યો હતો. તે ચેક પરત ફર્યાની કોર્ટમાં ફરિયાદ કરાઈ હતી. અદાલતે આરોપીને એક વર્ષની કેદની સજા અને ચેકની રકમ ત્રણ મહિનામાં ચૂકવી આપવાનો હુકમ કર્યાે છે.
જામનગરમાં સાગર મેટલ કોર્પોરેશન નામની પેઢી ચલાવતા ભરતભાઈ સુરેશભાઈ દુલાણી પાસેથી મિત્રતાના દાવે અશોક ધીરૂભાઈ બેડીયાએ રૂ. ૧૦ લાખ હાથઉછીના મેળવ્યા હતા અને તેની પરત ચૂકવણી માટે અશોકભાઈ બેડીયાએ ચેક આપ્યો હતો.
તે ચેક બેંકમાંથી પેમેન્ટ સ્ટોપના શેરા સાથે પરત ફરતા ભરતભાઈએ નોટીસ પાઠવ્યા પછી અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી અશોક બેડીયાને તક્સીરવાન ઠરાવી એક વર્ષની કેદની સજા અને ચેકની રકમ ત્રણ મહિનામાં ચૂકવી આપવા હુકમ કર્યાે છે. તે રકમ ન ચૂકવવામાં આવે તો વધુ છ મહિનાની કેદનો હુકમ કરાયો છે. ફરિયાદી તરફથી વકીલ એન.એમ. ધ્રુવ, ડેનિશા ધ્રુવ, પૂજા ધ્રુવ, આશિષ ફટાણીયા, ડી.એમ. જોષી, અલ્ફાઝ મુંદ્રા, અશ્વિન સોનગરા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial