Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફોરેસ્ટ ઓફિસ પાસે અજાણ્યા પ્રૌઢનું મૃત્યુઃ
જામનગર તા. ૧૨: જામજોધપુરના ગીંગણી ગામના એક વૃદ્ધા નદીકાંઠે કપડા ધોતી વખતે નદીમાં લપસી પડતા ડૂબી જવાથી મોતને શરણ થયા છે. દડિયાથી નારણપર વચ્ચે વીજક્ષતિના સમારકામ માટે ગયેલા વીજ કંપનીના હેલ્પરનું વીજ આંચકો લાગવાથી મૃત્યુ થયું છે. જ્યારે નાગનાથ નાકા રોડ પરથી બેશુદ્ધ હાલતમાં મળી આવેલા અજાણ્યા પ્રૌઢ પર કાળનો પંજો પડ્યો છે.
જામજોધપુર તાલુકાના ગીંગણી ગામમાં રહેતા અમરીબેન પરબતભાઈ વિંઝુડા (ઉ.વ.૩૫) નામના વૃદ્ધા ગઈકાલે સવારે પોતાના ઘરેથી દૂધ લેવા તથા કપડા ધોવા માટે નીકળ્યા પછી નદીએ પહોંચ્યા હતા. જ્યાં કપડા ધોતી વખતે કોઈ રીતે આ વૃદ્ધા નદીમાં લપસી પડ્યા હતા. તેઓનું ડૂબી જવાથી મૃત્યુ નિપજયું છે. પુત્ર હીરાભાઈ વિંઝુડાએ પોલીસને જાણ કરી છે.
જામનગરના ખેતીવાડી ફાર્મ પાસે રાજીવનગરમાં રહેતા અને પીજીવીસીએલમાં હેલ્પરની નોકરી કરતા જયેશભાઈ ધનજીભાઈ ભાંભી (ઉ.વ.૩૭) ગઈ તા.૧૬ની રાત્રે ફરજ પર હતા ત્યારે દડીયા ગામ પાસે વીજક્ષતી સર્જાતા તેઓ સમારકામ માટે પહોંચ્યા હતા. આ સ્થળે કામ કરતી વેળાએ કોઈ રીતે તેઓને વીજ આંચકો લાગતા સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મૃત્યુ નિપજ્યું છે. વિજયભાઈ ધનજીભાઈ ભાંભીએ પોલીસને જાણ કરી છે.
જામનગરના ઇન્દિરા રોડ પર આવેલા નવાગામ ઘેડ વિસ્તારથી આગળ ફોરેસ્ટ ખાતાની ઓફિસ પાસે શનિવારે બપોરે એક પ્રૌઢ બેભાન જેવી હાલતમાં પડ્યા હોવાની જાણ મહેશ્વરીનગરમાં રહેતા રીક્ષા ડ્રાઇવર ખેંગારભાઈ મૂળજીભાઈ ચાવડાએ પોલીસને કરી હતી.
દોડી આવેલી પોલીસે આ પ્રૌઢને ચકાસતા તેઓ કોઈ બીમારીના કારણે મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા. ભિક્ષુક જેવા લાગતા આ અજાણ્યા પ્રૌઢની ઓળખ મેળવવા માટે પોલીસે તપાસ કરી છે અને મૃતદેહને પીએમ માટે મેડિકલ કોલેજમાં ખસેડ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial