Advertisement
Author: નોબત સમાચાર

હૃદયરોગના હુમલાથી ખંભાળિયાના યુવાનનું વડોદરામાં નિપજ્યું મૃત્યુઃ શોક

પિતાએ પુત્ર અને બહેને ભાઈ ગૂમાવી દીધોઃ

ખંભાળિયા તા. ૧૨: ખંભાળિયાના રાજડા રોડ પર રહેતા એક વાંઝા દરજી પ્રૌઢના ચોવીસ વર્ષના પુત્રનું વડોદરામાં હૃદયરોગના હુમલાથી મૃત્યુ નિપજ્યું છે.

ખંભાળિયા શહેરના રાજડા રોડ પર વસવાટ કરતા અમુભાઈ વાંઝા નામના દરજી પ્રૌઢનો ૨૪ વર્ષનો પુત્ર અભિષેક હાલમાં વડોદરામાં નોકરી કરતો હતો. આ યુવાને ગઈરાત્રે પિતા સાથે કરેલી વાતચીતમાં છાતીમાં દુખાવો થતો હોવાની વાત કરી હતી. પિતાએ નજીકમાં આવેલી હોસ્પિટલમાં જવા માટે કહ્યું હતું.

ત્યારપછી હોસ્પિટલ પહોંચેલા અભિષેકનું હૃદયરોગ ના હુમલાથી મૃત્યુ નિપજ્યાનું જાહેર થતાં વાંઝા દરજી જ્ઞાતિમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. આ યુવાન તેના પિતાનો એકનો એક પુત્ર હોવાનું જાણવા મળી રહ્યું છે. રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે ત્યારે તેની બહેને ભાઈ ગૂમાવી દીધો છે. છેલ્લા છએક મહિનામાં આવી રીતે દ્વારકા જિલ્લામાં પંદરેક જેટલા યુવાનોના હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયાના બનાવોએ વાલીઓમાં ચિંતા પ્રસરાવી દીધી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh