Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયાઃ નગરપાલિકાના ઓગણીસ રોજમદારોને કાયમી કરવાનો મામલો હવે સર્વોચ્ચ અદાલતમાં...!!

૧૯૯પ થી રોજમદાર...ત્રણના મરણ થયા, ત્રણ નિવૃત્ત થયા... છતાં જંગ યથાવત..!

ખંભાળીયા તા. ૧ર : ખંભાળીયા નગરપાલિકાના ૧૯ જેટલા રોજમદાર કર્મચારીઓ તેમને વર્ષો સુધી કામ કરવા છતાં કાયમી નહીં થતાં નાના કર્મચારીઓ વર્ષો સુધી દસ-દસ હજારના ફીકસ પગારમાં કામ કયાં કરતા હતાં. તેઓનો કેસ લેબરકોર્ટ જામનગરથી શરૂ થઈને હવે હાઈકોર્ટ અને તે પછી સુપ્રિમમાં જવાનો થતાં સમગ્ર હાલાર જ નહીં રાજ્યભરના રોજમદારકર્મીઓમાં ચર્ચાપાત્ર બન્યો છે.

૧૯૯પ થી કામ કરતા હતાં

ખંભાળીયા પાલિકાના કર્મચારીઓ ૧૯૯પથી કામ કરતા હતા ઈલેકટ્રીક વિભાગ સફાઈ વિભાગ, ફાયર વિભાગ વોટર વર્કસ વિભાગ સહિતના વિવિધ વિભાગોમાં ૧૯૯પ થી કામ કરતા કર્મચારીઓને ૧૦-૧ર વર્ષ સુધી જગ્યાઓ ખાલી હોવા છતાં પણ કાયમી ન કરવામાં આવતા ૧૯ જેટલા સફાઈ કામદારોએ સામૂહિક રીતે લેબર કોર્ટ જામનગરમાં આ અંગે દાદ માંગી હતી જેમાં તેમનો વિજય થયો હતો તથા એ પછી સમાધાન કરવામાં આવેલું જેમાં ૧૯૯પ થી ર૦૧૩ પહેલા સુધી તેમની કાયમી નોકરીનો હક જતો કરવાની શરતે લેબરકોર્ટમાં તત્કાલીન ચીફ ઓફિસર સોની દ્વારા સમાધાન કર્યું હતું તથા તમામ કર્મચારીઓને કાયમી કરવાના હુકમો તૈયાર થઈ ગયા હતા તથા જાવક નંબર તેમણે બહુમતીથી કાયમીના હુકમનો વિરોધ કર્યો હતો જેથી આ રોજમદારો હાઈકોર્ટમાં ગયા હતાં, ર૦૧૩ થી આ કેસ ચાલતો હતો જેમાં તાજેતરમાં ર૦ર૪ માં હાઈકોર્ટ હુકમ કરીને લેબરકોર્ટનો હુકમ માન્ય ગણીને કાયમી કરવા હુકમ કર્યો હતો તથા બાકીની રકમ એરીયર્સ વિગેરે પણ વ્યાજ સાથે ચુકવવા હુકમ કર્યો હતો જેથી વર્ષોની તપસ્યા કરતા આ રોજમદારો આનંદમાં આવી ગયા હતા પણ પાલિકા દ્વારા આ હાઈકોર્ટના હુકમ સામે ડબલ જજની હાઈકોર્ટમાં અપીલ કરાતા તેમાં આ રોજદારોનો કાયમી હુકમનો મુદ્દો કાઢી નાખવામાં આવતા હવે આ રોજમદારો સુપ્રિમ કોર્ટમાં જવા તજવીજ કરી રહ્યા છે !!

૧૯ માંથી ૩ મૃત્યુ ૩ નિવૃત્ત

રાજ્યમાં રોજમદારોનો આ કેસ વિશિષ્ટ છે કેમ કે સામાન્ય રીતે ૧૧ મહિના પછી જો સતત નોકરી હોય તો તે કાયમી થઈ શકે જગ્યા તેની ખાલી હોય તો જ્યારે ખંભાળીયા પાલિકાના આ રોજમદાર કર્મીઓ તા. ર૮-૩૦ વર્ષની ફરજ બજાવી રહ્યા છે પહેલા પાંચ સાત હજાર પગાર મળતો પછી દશ થયો હવે મીનીમમ વેજીસ મુજબ જ મળે છે. ૧૯ માંથી પ્રવિણ સતવારા સહિત ત્રણ કર્મચારીઓ તો મૃત્યુ પામ્યા છે, જ્યારે નિર્મળસિંહ, ગોર તથા બુધાભાઈ વિગેરે ત્રણ ૬૦ વર્ષ થવાથી નિવૃત્ત થયા છે ત્યારે અત્યંત નાના કર્મચારીઓ માંડ માંડ હાઈકોર્ટમાં પહોંચતા ભારે ચર્ચા જાગી છે અને આ નાના કર્મચારીઓ મામુલી પગારમાં કામ કરતા મુશ્કેલીમાં મુકાયા છે તો સતત ર૮-૩૦ વર્ષ નોકરી છતાં કાયમી ન કરવાનો મુદ્દો પણ સમગ્ર રાજ્યમાં ભારે ચર્ચાપાત્ર બન્યો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh